GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO
HALVAD:હળવદના ચરાડવા ગામેથી વિદેશી દારૂની ૩૬ બોટલ ઝડપાઈ, આરોપી ફરાર

HALVAD:હળવદના ચરાડવા ગામેથી વિદેશી દારૂની ૩૬ બોટલ ઝડપાઈ, આરોપી ફરાર
હળવદ તાલુકાના ચરાડવા ગામે જી.ઈ.બી. સબ સ્ટેશન પાસે પોલીસે રેડ પાડીને બાઈક પર પ્લાસ્ટિકના બાચકામાંથી વિદેશી દારૂની ૩૬ બોટલ (કિંમત ₹૩૬,૦૦૦) ઝડપી પાડી છે. બાઈક સહિત કુલ ₹૬૬,૦૦૦નો મુદ્દામાલ હળવદ પોલીસે જપ્ત કર્યો છે. પોલીસને જોઈ આરોપી આમીન અનવરભાઈ કાજેડીયા (રહે. ચરાડવા) સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેને પકડવા માટે શોધખોળ હાથ ધરી છે.









