GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી માર્કેટ યાર્ડની છત પર જુગાર રમતા ૪ શખ્સો ઝડપાયા, રોકડ રકમ જપ્ત

 

MORBI:મોરબી માર્કેટ યાર્ડની છત પર જુગાર રમતા ૪ શખ્સો ઝડપાયા, રોકડ રકમ જપ્ત

 


​મોરબીના શનાળા રોડ પર આવેલ માર્કેટ યાર્ડમાં સિટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડીને જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે બકાલ માર્કેટની છત પર તીનપત્તીનો જુગાર રમી રહેલા હરીશચંદ્ર શર્મા, દીવાકર મોરે, શનીભાઈ સાહુ અને મનિષભાઇ દંતેસરીયાની અટકાયત કરવામાં આવી છે.
​પોલીસે ઘટનાસ્થળેથી કુલ રૂપિયા ૬૮૦૦ની રોકડ રકમનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!