GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD:હળવદના કોયબા નજીકથી સબસીડીયુક્ત યુરીયા ખાતરની ૪૦૦ બેગનો જથ્થો ઝડપાયો

 

HALVAD:હળવદના કોયબા નજીકથી સબસીડીયુક્ત યુરીયા ખાતરની ૪૦૦ બેગનો જથ્થો ઝડપાયો

 

 

હળવદના કોયબા ગામના પાટિયા નજીક સબસીડીયુક્ત રાસાયણિક યુરીયા ખાતરની ૪૦૦ બેગનો જથ્થો હળવદ પોલીસે ઝડપી લઈને આઈસર ટ્રક અને સ્વીફ્ટ કાર સહીત કુલ ૧૫ લાખથી વધુનો મુદામાલ કબજે લીધો છે

હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન કોયબા ગામના પાટિયા પાસેથી ગેરકાયદેસર સબસીડીયુક્ત રાસાયણિક યુરીયા ખાતરનો જથ્થો ભરેલ આઈસર જીજે ૩૬ વી ૫૭૧૬ મળી આવ્યો હતો આઈસર ટ્રકમાંથી યુરીયા ખાતરની ૪૦૦ બેગ કીમત રૂ ૮,૦૦,૪૫૬ તેમજ આઈસર ટ્રક જીજે ૩૬ વી ૫૭૧૬ કીમત રૂ ૫ લાખ અને સ્વીફ્ટ કાર જીજે ૧૨ એકે ૦૪૩૫ કીમત રૂ ૨ લાખ સહીત કુલ ૧૫ લાખથી વધુનો મુદામાલ જપ્ત કર્યો છે તેમજ નાગજીભાઈ રાજાભાઈ ગમારા રહે નવા મકનસર અને કરશન સેલાભાઈ ડોરાળા રહે રાણેકપર તા. હળવદ વાળાને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

Back to top button
error: Content is protected !!