MORBI:મોરબી મચ્છુ જળ હોનારતની 45મી વરસીએ સ્મરણાંજલિ અને શ્રદ્ધાંજલિ.
MORBi:મોરબી મચ્છુ જળ હોનારતની 45મી વરસીએ મોરબી વાત્સલ્મ્ સમાચાર પરીવાર પાઠવે છે સ્મરણાંજલિ અને શ્રદ્ધાંજલિ…ઓમ શાંતિ..
મોરબીની મચ્છુ જળ હોનારતની ઘટનાને આજે 45 વર્ષ પુરા થઇ રહ્યા છે. જો કે, ન માત્ર ગુજરાત પરંતુ દેશ વિદેશના લોકો પણ જે ઘટનાને આજની તારીખે ભૂલ્યા નથી તે ઘટનાને મોરબીવાસીઓ કદી ન ભૂલી શકે તે નક્કી છે. આજે 44 વર્ષ વીતી ગયા હોવા છતાં પણ હોનારતની તારીખ આવતાં જૂની યાદો લોકોને તાજી થઇ જવાથી અનેક આંખોમાં ફરી પાછી હોનારત આવે છે. જળ પ્રલયમાં સ્વજનોને ગુમાવનારા અનેક લોકોની આંખોના બાંધ તૂટે છે.
11મી ઓગસ્ટ 1979ના દિવસને મોરબીના રહેવાસીઓ ક્યારે પણ ભૂલી શકે તેમ નથી. કેમ કે, આ દિવસે આજથી 45 વર્ષ પહેલાં મોરબી નજીકનો મચ્છુ-2 ડેમ તુટ્યો હતો અને મોરબી ભારતના નકશામાંથી હતું ન હતું થઇ ગયું હતું. જે તે સમયે શ્રાવણ મહિનાના પવિત્ર દિવસો હોવાથી મેળા સહિતની રજાઓ હતી. મોરબીની જુદીજુદી કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારો પોતાના વતનમાં કે ગામડે જતા રહ્યા હતા. 11મી તારીખ પહેલાંના દિવસોમાં પડેલા ભારે વરસાદના કારણે મચ્છુ-2 ડેમ છલોછલ ભરેલો હતો. તેવા સમયે એક ડેમનો માટીનો પાળો તૂટવાથી જળપ્રલયની ભયાનક ઘટના બની હતી. જેની યાદ માત્રથી આજની તારીખે લોકોના શરીરમાંથી કંપારી છૂટી જાય છે.
જો કે, મોરબીના જળ હોનારતમાં માનવ મૃત્યુનો સાચો આંકડો આજની તારીખે સામે આવ્યો નથી. પરંતુ મચ્છુ ડેમમાંથી નીકળેલું પાણી મોરબી ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ફરી વળ્યું હોવાથી હજારોની સંખ્યામાં લોકો મચ્છુના ધસમસતા પાણીમાં તણાઈ ગયા હતા અને મોતને ભેટ્યા હતા. ત્યાર બાદ ઘણા લોકો બેઘર થઈ ગયા હતા. જેથી કરીને આવા લોકોને રહેવા સહિતની વ્યવસ્થા કરવા માટે અનેક સંસ્થાઓ આવી હતી.જેમાં આરએસએસ દ્વારા ત્યારે મૃત વ્યક્તિ તેમજ પશુના શરીરનો નિકાલ અને સફાઈ માટેની વ્યવસ્થા કરી હતી. ત્યાર બાદ મોરબીમાં સામાકાંઠે લોકોના મકાન બનાવવા માટેનું કામ હાથ ઉપર લેવામાં આવ્યું હતું. જેના માટે શ્રમિકોને બહારથી લઈ આવવામાં આવ્યા હતા. ત્યારે દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંઘના પ્રચારક હતા, જેથી તેઓએ પણ મોરબીમાં આવીને કામ કર્યું હતું.
આ ઘટનામાં પરિવારના સભ્યો ગુમાવનાર લોકોને તે સમયે જોયેલા દૃશ્યો આજે પણ તેમની નજરની સામે તરતા હોય તેવું લાગી રહ્યું છે. મચ્છુ હોનારતનો દિવસ આવે એટલે અનેક લોકોના કાળજા કંપી ઉઠે છે. દર વર્ષે મોરબી મોતના તાંડવ એટલે કે હોનારતના કાળા દિવસને યાદ કરે છે. કેમ કે, ક્ષણવારમાં આવેલા હોનારતના પાણી ભલે ઓસરી ગયા હોય પરંતુ આજે 45 વર્ષ પછી પણ નગરજનોના હૃદયમાં કોતરાયેલા ઘાવ હજુ પણ રૂઝાયા નથી. હોનારત પછીના દિવસે લાચારી અને બેબસી સિવાય બીજું કશું જ લોકો પાસે હતું નહી.
એક જ પરિવારના ૧૧ સભ્યો પાણીમાં તણાઈ ગયા, એ દિવસને કેવી રીતે ભૂલી સકાય : દુધીબેન ૪૨ વર્ષ પૂર્વેના એ દિવસને આજે યાદ કરતા દુધીબેન હિબકે ચડી જાય છે અને રોતા રોતા એ દિવસને યાદ કરી જણાવે છે કે મોરબીનો ડેમ તુટ્યો ત્યારે તહેવાર હોવાથી પરિવાર મામાને ઘરે ગયું હતું જ્યાંથી પરત ફરતી વેળાએ પાણી આવવા લાગ્યા હતા જેથી એક ઓફિસમાં ગયા હતા પરંતુ ઓફિસમાં પાણી ભરાઈ જતા પરિવારના ૧૧ સભ્યો તેણે એક સાથે ગુમાવ્યા હતા અને તેણે પરિવારના ૧૧ સભ્યો હવે હયાત નથી તેની બીજા દિવસે જાણ કરાઈ હતી એક જ ઝાટકે દુધીબેન પ્રજાપતિના માતાપિતા, ભાઈ બહેન સહિતના પરિવારના ૧૧ સભ્યો પાણીમાં તણાઈ ગયા હતા જેનો ક્યારેય પત્તો લાગ્યો નથી
બે બાળકો નજર સામે તણાઈ ગયા, એકને જાનવર કરડી ગયું :ગંગાબેન રબારી અને તેના પતિની નજરની સામે પાણી તેના બે બાળકોને તાણી લઇ ગયું હતું ગંગાબેન એ દિવસને યાદ કરતા જણાવે છે કે એક બાળક તેણે, એક તેના પતિએ અને એક સસરાએ તેડ્યું હતું અને પાણીથી બચવા ટેલીફોન થાંભલા પકડી જીવ બચાવવા ફાફા મારતા હતા ત્યારે પાણીમાં જાનવર કરડી જતા એક બાળકનું મોત થયું હતું તો બે બાળકો માતાપિતાની આંખ સામે પાણીમાં તણાઈ ગયા હતા જેને તેઓ બચાવી ના શક્યા તો કુદરતે તેમને બચાવી લીધા પરંતુ ત્રણ ત્રણ બાળકો છીનવાઈ ગયા હતા તે દિવસને કેવી રીતે ભૂલી સકાય તેમ જણાવ્યું હતું મોરબીના હોનારતની ઘટના બની હતી. જેની ગીનીઝ બુકમાં પણ સૌથી ભયાનક હોનારત તરીકે નોંધ કરવામાં આવી છે.
દર વર્ષે 11 ઓગસ્ટના દિવસે મોરબી પાલિકા દ્વારા મૌનરેલીનું આયોજન કરવામાં આવે છે. જેમાં રાજકીય, સામાજિક આગેવાનો સહિતના લોકો તેમજ અધિકારી સહિતના હાજર રહેતા હોય છે. તેવી જ રીતે આજે મોરબીમાં પાલિકા કચેરીથી મૃતકોની ખાંભી સુધીની મૌન રેલી યોજાશે.