Rajkot: સ્વચ્છ ભારત મિશનના ૧૦૫૬ કામોના ખર્ચને બહાલી આપતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનંદુ સુરેશ ગોવિંદ
તા.૨/૪/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
રાજકોટ જિલ્લામા ૭૨૧૩ કુટુંબોને મનરેગા યોજના હેઠળ ૩.૨૬ લાખ માનવદિનની રોજગારી અપાઈ
રાજકોટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની ગવર્નીંગ બોડી, કારોબારી સમિતિ, સુખાકારી સમિતિની બેઠક યોજાઈ
Rajkot: જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનંદુ સુરેશ ગોવિંદના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત કચેરી ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની ગવર્નીંગ બોડી, કારોબારી સમિતિ અને સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)ની સુખાકારી સમિતિની બેઠક યોજાઇ હતી.
જેમા સ્વચ્છ ભારત મિશનના ૧૦૫૬ કામો સહિત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સંચાલિત જન કલ્યાણ લક્ષી વિવિધ યોજનાઓની કામગીરીની ભૌતિક અને નાણાંકીય સમીક્ષા કરી બહાલી આપવામા આવી હતી.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એ.કે.વસ્તાણી સહિત અધિકારીશ્રીઓએ પ્રધાનમંત્રી આવાસ યોજના, મનરેગા, સ્વચ્છ ભારત મિશન અને પ્રગતિ હેઠળના કામો વિષે થયેલ કામ, પ્રગતિ હેઠળના કામો અંગે જાણકારી મેળવી હતી.
વર્ષ ૨૦૨૪-૨૫ મા રાજકોટ જિલ્લામા ૭૨૧૩ કુટુંબોને મનરેગા યોજના હેઠળ ૩.૨૬ લાખ માનવદિનની રોજગારી આપવામા આવી હતી. ત્યારે વર્ષ ૨૦૨૫-૨૬ મા પણ મનરેગા સહિતના કામોમા લક્ષ્યાંકો હાસલ કરી જિલ્લામાં લાભાર્થીઓને યોજનાઓનો લાભ મળે તે દિશામાં વધુ કાર્યરત રહેવા જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ અધિકારીશ્રીઓને સૂચન કર્યું હતું.
આ તકે નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઇલાબેન ચૌહાણ, સહિત સમિતિના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.