MORBI મોરબી શહેરમાં અલગ અલગ સાત દરોડામાં વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન સાથે 6 આરોપીઓ ઝડપાયા
MORBI મોરબી શહેરમાં અલગ અલગ સાત દરોડામાં વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન સાથે 6 આરોપીઓ ઝડપાયા
પ્રથમ દરોડામાં મોરબી એલસીબી ટીમે મકનસર ગામે પ્રેમજીનગર વિસ્તારમાં રહેતા આરોપી લખમણ ઉર્ફે લખન કરમશીભાઈ ટારીયાના રહેણાંકમાં દરોડો પાડતા ઘરમાથી વિદેશી દારૂની 8 બોટલ કિંમત રૂપિયા 4488નો જથ્થો મળી આવ્યો હતો. જો કે આરોપી પોલીસને હાથ લાગ્યો ન હતો. જયારે સીટી બી ડિવિઝન પોલીસે ત્રાજપર ચોકડી પાસેથી આરોપી કિશન પ્રદ્યુમ્રભાઈ વરાણીયાને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 673 સાથે પકડી પાડી અન્ય એક દરોડામાં ત્રાજપર ગામ પાછળ નિત્યાનંદ સોસાયટી પાસેથી આરોપી ક૨ણ ગોરધનભાઈ સનુરાને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 562 સાથે પકડી પાડયો હતો.જ્યારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે રવાપર ઘુનડા રોડ ઉપરથી બુલેટ લઈને નીકળેલા આરોપી સંજય વેલજીભાઈ દલવાડીના કબ્જામાંથી વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 300 તેમજ 70 હજારનું બુલેટ કબ્જે કર્યું હતું. ઉપરાંત નવા બસસ્ટેન્ડ સામે પોલીસે શ્રીનંદ એન્ટરપ્રાઈઝમાં દરોડો પાડી આરોપી સાવન મનુભાઈ ડાંગર નામના આરોપીના કબ્જામાંથી વિદેશી દારૂની 35 બોટલ અને 20 બિયરના ટીન મળી કુલ 35,993નો મુદ્દામાલ કબજે કરતા આરોપીએ દારુ – બિયરનો આ જથ્થો જસાપરના મુન્ના ચાવડા પાસેથી ખરીદ્યાનું કબુલતા બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધ્યો હતો.
સીટી એ ડિવિઝન પોલીસે મોરબીના લાતીપ્લોટમા પડતર મકાનમાં દરોડો પાડી આરોપી શમશાદ ઉર્ફે સમીર જુસબભાઈ કટિયા નામના શખ્સને વિદેશી દારૂની 40 બોટલ સાથે પકડી લઈ પૂછતાછ કરતા દારૂની આ બોટલો આરોપી રફીક ઓસમાણભાઈ અજમેરી પાસેથી મેળવ્યાની કબૂલાત આપતા બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી. સાથે જ સાતમા દરોડામાં પોલીસે આલાપ રોડ ઉપર દરોડો પાડી આરોપી ધર્મેશભાઈ સુરેશભાઈ વાણિયા નામના વેપારીને વિદેશી દારૂની 6 બોટલ કિંમત રૂપિયા 3366 સાથે પકડી પાડતા દારૂની આ બોટલ આરોપી શમશાદ ઉર્ફે સમીર જુસબભાઈ કટિયા પાસેથી મેળવ્યાની કબૂલાત આપતા પોલીસે પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.