MORBI:મોરબીના વીસીપરા વિસ્તારમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ૬ પત્તા પ્રેમીઓ ઝડપાયા
MORBI:મોરબીના વીસીપરા વિસ્તારમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ૬ પત્તા પ્રેમીઓ ઝડપાયા
મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ સરસ્વતી સ્કૂલની બાજુમાં આવેલ ખુલ્લા પટ્ટમાં જાહેરમાં તીનપત્તીની મોજ માણી રહેલા છ પત્તાપ્રેમીઓને મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમ દ્વારા ઝડપી લેવાયા છે.
મોરબી શહેરમાં આવેલ વીસીપરા વિસ્તારમાં બી ડિવિઝન પોલીસ ટીમે બાતમીને આધારે દરોડો પાડતા સરસ્વતી સ્કૂલની બાજુમાં આવેલ ખુલ્લા પટ્ટમાં તીનપત્તીનો જુગાર રમી રહેલા શંકરભાઇ માવજીભાઇ જોગડીયા ઉવ.૫૨ રહે- અમરેલી રોડ વીસીપરા બીલાલી મસ્જીદ પાછળ મોરબી, વિજયભાઇ મનુભાઇ અગેચણીયા ઉવ.૨૮ રહે-અમરેલી રોડ વીસીપરા પ્રજાપત કારખાના પાછળ મોરબી, યોગેશભાઇ સવસીભાઇ અગેચણીયા ઉવ.૩૧ રહે- અમરેલી રોડ વીસીપરા પ્રજાપત કારખાના પાછળ મોરબી, ગોરધનભાઇ લખમણાભાઇ પંચાસરા ઉવ.૫૯ રહે- અમરેલી રોડ વીસીપરા પ્રજાપત કારખાના પાછળ મોરબી, સનાભાઇ મહાદેવભાઇ અગેચણીયા ઉવ.૬૦ રહે- અમરેલી રોડ વીસીપરા મદીના સોસાયટી, ચંદુભાઇ બચુભાઇ અગેચણીયા ઉવ.૫૧ રહે- અમરેલી રોડ વીસીપરા પ્રજાપત કારખાના પાછળ મોરબીને કુલ રૂ.૨૦,૧૫૦/- સાથે ઝડપી લઇ તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.