MORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી મચ્છુ 2 ડેમનાં , ૭ દરવાજા ૫ ફૂટ સુધી ખોલવામાં આવ્યા
MORBI:મોરબી મચ્છુ 2 ડેમનાં ૭ દરવાજા ૫ ફૂટ સુધી ખોલવામાં આવ્યા

મોરબી જિલ્લામાં સતત વરસાદના પગલે જિલ્લાના તમામ ડેમોમાં પાણીની આવક થઈ રહી છે. જેમાં મોરબીનાં સૌથી મોટા મચ્છુ 2 ડેમમાં પાણીની આવક સતત વધતા ડેમ દરવાજા વધુ ખોલવાની ફરજ પડી છે. રાત્રે 8 વાગ્યે પ્રથમ 4 દરવાજા 4 ફૂટ ખોલ્યા બાદ રાત્રે 9.45 વાગ્યે ડેમનાં 7 દરવાજા 5 ફૂટ ખોલી 22624 કયુસેક પાણી ડેમ માથી છોડવામાં આવી રહ્યું છે. હજુ પણ મચ્છુ 2 ડેમમાં 27 હજાર કયુસેક પાણીની આવક થઇ રહી છે. મચ્છુ 2 ડેમ હાલમાં 96.33 ટકા ભરેલો છે. સુરક્ષાના કારણો સર મોરબી શહેરમાં મચ્છુ નદી પર આવેલ બેઠો પુલ પણ અવર જવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે.






