MORBI:મોરબીમાં આરોગ્ય વિભાગની જ્વલંત સિદ્ધિ; જિલ્લાના ૮ આયુષ્માન આરોગ્ય મંદિરો આરોગ્ય સેવાઓની ઉચ્ચ ગુણવત્તા માટે રાષ્ટ્રીય કક્ષાએ સન્માનિત

MORBI:મોરબીમાં આરોગ્ય વિભાગની જ્વલંત સિદ્ધિ; જિલ્લાના ૮ આયુષ્માન આરોગ્ય મંદિરો આરોગ્ય સેવાઓની ઉચ્ચ ગુણવત્તા માટે રાષ્ટ્રીય કક્ષાએ સન્માનિત
લોકોની આરોગ્ય સુખાકારી માટે સતત પ્રયત્નશીલ આરોગ્ય વિભાગ; આયુષ્માન આરોગ્ય મંદિરોએ રાષ્ટ્રીય કક્ષાના NQAS પ્રમાણપત્ર મેળવી જિલ્લાને ગૌરવ અપાવ્યું
ભારત સરકાર દ્વારા મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકાના ૦૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને નિયત ૧૨ ગુણવત્તાસભર સેવાઓ માટે રાષ્ટ્રીય કક્ષાના NQAS (National Quality Assurance Standards) પ્રમાણપત્ર પ્રાપ્ત આપવામાં આવ્યા છે. આ જ્વંલત સિદ્ધિ જિલ્લાની આરોગ્ય સેવાઓની ગુણવતા અને કાર્યક્ષમતાના ઉન્નત સ્તરને પ્રદર્શીત કરે છે. આ આગવી સિદ્ધિથી આરોગ્ય વિભાગે સમગ્ર મોરબી જિલ્લાને ગૌરવ અપાવ્યું છે.
મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકામાં વરડુસર, મહિકા, પાંચ દ્વારકા, ઢુવા-૦૨, કોઠી, જામસર, શેખરડી અને ખેરવા મળી કુલ ૦૮ આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલી ટીમ દ્વારા આયુષ્માન આરોગ્ય મંદિરો દ્વારા આપવામાં આવતી સેવાઓનું મુલ્યાંકન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાથમિક આરોગ્ય ચકાસણી, ગર્ભવતી મહિલાઓ માટે સક્રિય દેખરેખ અને સલાહ જેવી માતૃત્વ સબંધિત સેવાઓ, બાળકોના સંપૂર્ણ વિકાસ માટે જરૂરી આરોગ્ય સેવાઓ, કુપોષણ નિવારણ, કુટુંબ ક્લ્યાણ, કિશોર આરોગ્ય સંભાળ જેવી બાળ અને શિશુ આરોગ્ય સેવાઓ, ચેપી અને બિન ચેપી રોગોનું નિદાન અને સારવાર, ઇમરજન્સી આરોગ્ય સેવાઓ, માનસિક આરોગ્ય અને તણાવ નિયંત્રણ માટે માર્ગદર્શન, આયુષ & યોગ પધ્ધતીઓ દ્વારા આરોગ્ય સેવાઓ, શાળાના બાળકો માટે આરોગ્ય ચેક અપ અને સારવાર વગેરે માટે નિયમિત ગુણવતા ચકાસણી, દર્દી કેન્દ્રિત સેવાઓની ઉપલબ્ધ્તાઓ, સ્ટાફની કામગીરી અને આ બાબતે જાણકારી સહિત જરૂરી તમામ માપદંડોની ચકાસણી કરવામાં આવી હતી. આ ચકાસણી અનુસંધાને બંન્ને આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાના NQAS (National Quality Assurance Standards) પ્રમાણપત્ર પ્રાપ્ત થયા છે.
આ સિદ્ધિ આરોગ્ય કેંદ્રોમાં સારા મેનેજમેન્ટ, સુસજ્જ સુવિધાઓ અને સમર્પિત આરોગ્ય કર્મચારીઓની મહેનતનું પરિણામ છે અને ભવિષ્યમાં પણ મોરબી જિલ્લાના અન્ય વધુ આરોગ્ય કેન્દ્રો/આયુષ્માન આરોગ્ય મંદિરો નેશનલ લેવલે પ્રમાણિત થાય તે માટે કાર્યવાહી ચાલુ છે. આરોગ્ય ક્ષેત્રે વધુ સુધારણા કરી અને આ પ્રકારના ગુણવતા માપદંડો પ્રાપ્ત કરે તે માટે સરકાર અને આરોગ્ય તંત્રના સંયુક્ત પ્રયત્નો સતત ચાલુ છે.
આ તકે ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી શૈલેશચંદ્ર ભટ્ટ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. પી.કે. શ્રીવાસ્તવ અને જિલ્લા ક્વોલિટી એશ્યોરન્સ મેડિકલ ઓફિસરશ્રી ડો.હાર્દિક રંગપરિયા, વાંકાનેર તાલુકા આરોગ્ય અધિકારીશ્રી આરીફ શેરસીયા દ્વારા તમામ આયુષ્માન આરોગ્ય મંદિરના મેડિકલ ઓફિસરશ્રી, કોમ્યુનિટી હેલ્થ ઓફિસરશ્રી અને તમામ સ્ટાફ્ને આ સિદ્ધિ બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.









