MORBI:મોરબી શહેરમાં જુદા જુદા 8 ડામર રોડ રૂ.૧૩.૯૯ કરોડના ખર્ચે બનશે

MORBI:મોરબી શહેરમાં જુદા જુદા 8 ડામર રોડ રૂ.૧૩.૯૯ કરોડના ખર્ચે બનશે
આથી મોરબી મહાનગરપાલિકાના સીવીલ અને સીટી બ્યુટીફીકેશન શાખા તેની અખબાર યાદીમાં જણાવે છે કે, મોરબી શહેરમાં નીચે મુજબના જુદા જુદા 8 ડામર રોડના કામોને સરકારશ્રીની સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મંજુરી મળેલ છે.અને સદર તમામ રોડના કામની મહાનગરપાલિકા દ્વારા તાંત્રિક તથા વહીવટી મંજુરી આપવામાં આવેલ છે.
મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં નવલખી રોડ થી શ્રધ્ધા પાર્ક સુધી રોડનું કામ.1.19 કરોડના ખર્ચે
મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં જુના પોસ્ટ ઓફસ થી નજરબાગ ફાટક સુધી રોડનું કામ.0.73 કરોડના ખર્ચે
મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં સુપર ટોકીઝ થી આસ્વાદ પાન સુધી રોડનું કામ.0.17 કરોડના ખર્ચે
મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં સ્ટેટ હાઈવે થી રોહિદાસ પરા સુધી રોડનું કામ.2.44 કરોડના ખર્ચે
મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં સુધી વાવડી ગામ થી નંદીઘર સુધી રોડનું કામ.3.80 કરોડના ખર્ચે
મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં સુધી ઉમીયાનગર થી જુના રફાળેશ્વરની ફાટક સુધી રોડનું કામ.1.79કરોડના ખર્ચે
મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં કાલીન્દ્રી નદી થી જુના ઘુંટુ રોડ સુધી રોડનું કામ.2.32 કરોડના ખર્ચે
મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં ઈડન ગાર્ડન થી બોરીયા પાટી નાલા સુધી રોડનું કામ.1.55 કરોડના ખર્ચે
ઉપરોક્ત તમામ કામો ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે જેનાથી સદર રોડ પર આવેલ સોસાયટીના રહેવાસીઓ અને શહેરીજનોને નવીન સુવિધા મળશે તેવી મહાનગરપાલિકાની યાદીમાં જણાવાયું છે






