MORBI:મોરબીના રફાળેશ્વર ગામ નજીક જાહેરમાં તીનપત્તિનો જુગાર રમતા ૮ ઈસમો ઝડપાયા

MORBI:મોરબીના રફાળેશ્વર ગામ નજીક જાહેરમાં તીનપત્તિનો જુગાર રમતા ૮ ઈસમો ઝડપાયા
મળતી માહિતી અનુસાર મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન રફાળેશ્વર ગામ નજીક ખોડિયાર સીરામીક સામે સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં ગંજીપત્તાના પત્તા વડે તીનપત્તિનો જુગાર રમી રહેલા (૧) વિનોદભાઇ પ્રવિણભાઇ ગોસ્વામી ઉવ.૩૪ રહે-રફાળેશ્વર, સોહનલાલ રાજારામભાઇ અહિરવાલ ઉવ.૩૮ રહે-શાપર વેપાર શાંતીધામ મફતીયુપરૂ તા.જી.રાજકોટ મુળ રહે-લોધીપુરા(યુ.પી.), શિવાજીભાઇ તિરૂપતીભાઇ પાત્રા ઉવ.૨૭ રહે-ઓરસન કારખાનની મજુરોની ઓરડીમાં શાપર વેરાવળ મૂલ રહે- શાંતીકોલોની(ઓરીસ્સા), જીતેનભાઇ શત્રુઘન લોધી ઉવ.૨૬ રહે- દ્રારકેશ પેકેજીંગની મજુરોની ઓરડીમાં રફાળેશ્વર મુળ રહે-જીતક્રિક(યુ.પી.), બબલુ બ્રિન્દ્રાવન લોધી ઉવ.૩૬ રહે-દ્રારકેશ પેકેજીંગની મજુરોની ઓરડીમાં રફાળેશ્વર મુળ રહે.ઉમરજીયા(યુ.પી.), દરોગાભાઇ રામદ્દીનભાઇ ગૌત્તમ ઉવ.૩૦ રહે-વાવડી,મીરા કારખાનાનુ મજુરોની ઓરડીમાં રાજકોટ મુળ રહે-કન્હારી(યુ,પી.), અખીલેશભાઇ ઉર્ફે કરણભાઇ પ્રતાપભાઇ પાસવાન ઉવ.૩૦ રહે- દ્રારકેશ પેકેજીંગની મજુરોની ઓરડીમાં રફાળેશ્વર મુળ રહે-હિડીંગ થાના(યુ.પી.), પિયુષભાઇ પ્રહલાદભાઇ ગુજારીયા ઉવ.૩૭ રહે-વ્રજવાટીકા સોસાયટી,પરપફેકટ હોટલની પાછળ શાપર વેરાવળની સ્થળ ઉપરથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂ.૬૫,૫૦૦/-કબ્જે લાઇ તમામ આરોપીઓ સામે જુગરધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.






