
વિજાપુર મામલતદાર કચેરી ખાતે આધાર કાર્ડ કેવાયસી ને લઇને લાંબી કતારો લોકો ભારે પરેશાન
કેવાયસી ખૂબ ખર્ચાળ બની ગામડા માંથી આવતા લોકોને ડબલ ધક્કા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર મામલતદાર કચેરીએ ચાલી રહેલી આધારકાર્ડ અને કેવાયસી ની ધીમી ગતિ ની કામગીરી ના કારણે ગામડા અને શહેર માંથી આવતા લોકોને કચેરીમાં બે બે વખત ધક્કા ખાવા ના કારણે ખર્ચાળ બની રહી છે. આધાર કાર્ડ મા મોબાઈલ લીંક બાદ રેશન કાર્ડ મા કેવાયસી થાય છે. જેથી બંને જગ્યાએ લાંબી કતારો જોવા મળી રહી છે. કુકરવાડા તેમજ તેના આસપાસ ના ગામડાઓ માંથી આવતા લોકો ને કેવાયસી ખર્ચાળ બની છે. ગામડા નુ ભાડું અને કેવાયસી ને લઇને બીજો ખર્ચો અને સમય વેડફાય તે અલગ અરજદારો મા વિદ્યાર્થીઓ અને વાલીઓ ને પણ સમય બગાડી સવાર થી મોડા સુધી લાઈન મા ઉભા રહેવુ પડે છે. જ્યારે અરજદાર બારી પાસે આવે અને ટોકન આપતા બીજા દિવસે અરજદાર નો નંબર લાગે છે. જેથી તેને પરત જઈ ફરી આવી લાઈન મા ઉભા થવું પડે છે. તેમ અરજદારો જણાવી રહ્યા છે. એક મહિલા અરજદાર ના જણાવ્યા મુજબ તેને ઘરનું કામ છોડી ને કેવાયસી માટે લાઈન મા ઉભા રહીને પણ કોઈ કામ થતુ નથી. અહી નહિ તમારે તમારા ગામ મા કેવાયસી કે આધાર કાર્ડ લીંક કરાવો જ્યારે ગામ માંથી મામલતદાર કચેરી મા જવાનું કહે છે. જેને લઇને મહીલા એ ભારે આક્રોશ વ્યકત કર્યો હતો. આ બાબતે સરકાર વિચારી ને લોકોને પડતી અગવડ માટે કોઈ સગવડ કરવા મા આવે તો આવી મોઘવારી મા થઈ રહેલ કેવાયસી માટે ગામડાઓ માંથી જવા આવવા ના ખર્ચા મા કાપ મુકાય અને અરજદારો ને રાહત રૂપ બને તે માટે તંત્ર દ્વારા પગલાં ભરવા હાલ જરૂરી બન્યું છે.



