MORBI:પી. એમ. સ્વનીધી યોજના અંતર્ગત મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું.

MORBI:પી. એમ. સ્વનીધી યોજના અંતર્ગત મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું.
મોરબી મહાનગરપાલિકા દ્વારા પી. એમ. સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર નિધિ(પી.એમ. સ્વનીધી યોજના) અંતર્ગત માન. ડેપ્યુટી કમિશનરશ્રી કુલદીપસિંહ વાળા, GASના અધ્યક્ષ સ્થાને એક બેંકર્સ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરી વિસ્તારના શહેરી ફેરિયાઓ માટે રૂ.૧૫ હજારની વર્કિંગ કેપિટલ લોન બેંક મારફત આપવામાં આવે છે સાથોસાથ રૂ.૧૫ હજારની સંપૂર્ણ ભરપાઈ કર્યાબાદ રૂ.૨૫ હજારની અને રૂ.૫૦ હજાર ની લોન મળવા પાત્ર થાય છે આ યોજના અંતર્ગત વાર્ષિક ૭% સબસીડી તથા UPI પેમેન્ટ ટ્રાન્જેકશન દ્વારા વાર્ષિક રૂ.૧૬૦૦/- કેશબેક ની પણ જોગવાઈ કરવામાં આવી છે. સાથોસાથ રૂ.૨૫ હાજાર ની ભરપાઈ થયા બાદ બેંક મારફત આ યોજના અંતર્ગત રૂ.૩૦ હજારનું ક્રેડિટકાર્ડ પણ શહેરી શેરી ફેરિયાઓ ને આપવામાં આવશે આ તકે માન. ડેપ્યુટી કમિશનરશ્રી દ્વારા મોરબી શહેરની વિવિધ બેંકો સાથે પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત પેન્ડીંગ અરજીઓનો નિકાલ લાવવા માટે સમિક્ષા કરવામાં આવી હતી જેથી શહેરી વિસ્તારના વધુમાં વધુ શહેરી ફેરિયાઓ આ યોજનાનો લાભ લઇ શકે. વધુ જાણકારી માટે મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખાનો સંપર્ક કરવા જણાવાયું છે.








