MORBI:મોરબીની વિદ્યાર્થીનીની મોટી સિદ્ધિ: ઝાલા કિંજલબા વનરાજસિંહને B.Sc. કેમેસ્ટ્રીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો.

MORBI:મોરબીની વિદ્યાર્થીનીની મોટી સિદ્ધિ: ઝાલા કિંજલબા વનરાજસિંહને B.Sc. કેમેસ્ટ્રીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો.
મોરબી: મોરબી સ્થિત શ્રીમતી જે. એ. પટેલ મહિલા સાયન્સ કોલેજ માટે ગૌરવની ક્ષણ છે. કોલેજની તેજસ્વી વિદ્યાર્થીની ઝાલા કિંજલબા વનરાજસિંહએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં B.Sc. (કેમેસ્ટ્રી) માં પ્રથમ ક્રમાંક મેળવીને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે.
વર્ષ 2025 ના શૈક્ષણિક પરિણામોમાં કિંજલબાએ ઉત્કૃષ્ટ દેખાવ કરી સમગ્ર યુનિવર્સિટીમાં કોલેજ અને મોરબીનું નામ રોશન કર્યું છે. યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં તેમને મહાનુભાવોના હસ્તે સુવર્ણચંદ્રક અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.આ ભવ્ય સફળતા બદલ શ્રીમતી જે. એ. પટેલ મહિલા સાયન્સ કોલેજ, મોરબીના ટ્રસ્ટી મંડળ, આચાર્યશ્રી અને સમગ્ર સ્ટાફ પરિવારે ઝાલા કિંજલબાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી છે.








