SABARKANTHA

ઇડર ખાતે મંત્રીશ્રી ભીખુસિંહ પરમારની ઉપસ્થિતિમાં ધી સાબરકાંઠા જિલ્લા સહકારી દિવેલા તેલીબીયાં ઉત્પાદન સંઘ લી.ના નવીન સાહસ સંયોગી ઓઇલ બ્રાન્ડનો શુભારંભ કાર્યક્રમ યોજાયો

*ઇડર ખાતે મંત્રીશ્રી ભીખુસિંહ પરમારની ઉપસ્થિતિમાં ધી સાબરકાંઠા જિલ્લા સહકારી દિવેલા તેલીબીયાં ઉત્પાદન સંઘ લી.ના નવીન સાહસ સંયોગી ઓઇલ બ્રાન્ડનો શુભારંભ કાર્યક્રમ યોજાયો*
****

ગુણવત્તાપૂર્ણ અને સ્વસ્થ તેલનું પૂરવઠું કરીને સ્થાનિક અર્થતંત્રને વધારવાની દિશામાં આ સરહાનીય કામગીરી છે.
– મંત્રીશ્રી ભીખુસિંહ પરમાર
****
સાબરકાંઠા જિલ્લામાં અન્ન અને નાગરિક પુરવઠા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ભીખુસિંહ પરમારની ઉપસ્થિતિમાં ધી સાબરકાંઠા જિલ્લા સહકારી દિવેલા તેલીબિયાં ઉત્પાદન સંઘ લી.ના નવીન સાહસ સંયોગી ઓઇલ બ્રાન્ડનો શુભારંભ કાર્યક્રમ ઇડર ટાઉનહોલ ખાતે યોજાયો હતો.
આ કાર્યક્રમમાં મંત્રીશ્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું હતું કે સ્વાસ્થ્ય અને ગુણવત્તા સાથે સંકળાયેલુ સંયોગી ઓઇલનો શુભારંભ કરવામાં આવ્યો છે.ખેડૂતોને આર્થિક સદ્ધર કરવા અને છેવાડાના માણસની આર્થિક સદ્ધરતા માટે સહકાર સે સમૃદ્ધિ માટે સરકારશ્રી દ્વારા અથાગ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગાંધીજીના સ્વદેશીના વિચારને સાર્થક કરવા હેતુ ખેડૂતોએ પકવેલા દિવેલા અને મગફળીનું સંઘ દ્વારા ખરીદી કરી આ ગુણવત્તાવારા તેલનું મૂલ્યવર્ધન કરવામાં આવી રહ્યું છે. આ સંઘે સ્થાનિક ખેડૂતોએ ઉત્પાદન કરેલા દિવેલા સહિત મગફળીની ખરીદી કરીને આ ગુણવત્તા યુક્ત સંયોગી ઓઇલ તૈયારી કરવામાં આવી રહ્યું છે.આ પ્રયાસ ગ્રાહકો માટે એક વિશિષ્ટ પસંદગી પ્રદાન કરશે. ગુણવત્તાપૂર્ણ અને સ્વસ્થ તેલનું પૂરવઠું કરીને સ્થાનિક અર્થતંત્રને વધારવાની દિશામાં પગલાં લીધાં છે. તે સરહાનીય કામગીરી છે. મંડળીના તમામ સભાસદોના સહિયારા પ્રયાસ થકી આ દિશામાં વધુમાં વધુ ઉત્તમ કાર્ય થાય તે માટે અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમમાં સાંસદશ્રી શોભનાબેન બારૈયા અને જી. સી. એમ. એફ ચેરમેનશ્રી શામળભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોદન કર્યું હતું.
આ કાર્યક્રમમાં મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં સંયોગી ઓઇલ બ્રાન્ડનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં સંયોગી સીંગ તેલ બ્રાન્ડ,સંયોગી દિવેલા તેલ બ્રાન્ડ,સંયોગી કચ્ચી ઘાણી મસ્ટર્ડ તેલ,સંયોગી સનફ્લાવર ઓઇલ અને સંયોગી કપાસિયા તેલ એમ પાંચ બ્રાન્ડનું અનાવરણ કરવામાં આવ્યુ હતું.
આ કાર્યક્રમમાં સાબરકાંઠા જીલ્લા દિવેલા અને તેલીબિયાં સહકારી સંઘના ચેરમેનશ્રી અશોકભાઈ પટેલ,અગ્રણીશ્રી કનુભાઈ પટેલ, અગ્રણીશ્રી પી સી પટેલ તથા મંડળીઓના સભાસદ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ:- પ્રતિક ભોઈ

Back to top button
error: Content is protected !!