થરાદ ખાતે વૃક્ષારોપણનું મહાઅભિયાન:અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાશે

2 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
થરાદ – સાંચોર નેશનલ હાઈવેની બંને બાજુએ ૧૬૦૦થી વધુ સ્થાનિક ફળાઉ રોપાઓનું કરાશે વાવેતર પ્રકૃતિના સંવર્ધન માટે બનાસકાંઠા જિલ્લામાં સિડબોલ, વૃક્ષારોપણ સહિતના વિવિધ કાર્યો થઈ રહ્યા છે ત્યારે તારીખ ૧ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને થરાદ ખાતે સવારે ૧૦ કલાકે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે. થરાદ સ્થિત તુલસી ચાર રસ્તા ખાતેથી વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાશે. થરાદ શહેરમાંથી પસાર થતા થરાદ – સાંચોર નેશનલ હાઈવેની બંને સાઈડો પર વિવિધ સ્થાનિક ફળાઉ ૧૬૦૦ જેટલા રોપાઓનું વાવેતર કરાશે. જેમાં ખારેક, આંબા, જાંબુ, જામફળ, સીતાફળ, પીપળ સહિતના રોપાઓનું વાવેતર કરાશે. બનાસકાંઠા સામાજિક વનીકરણ વિભાગ, નગરપાલિકા, બનાસ ડેરી, થરાદ નગર અને તાલુકાની સ્વયંભૂ સંસ્થાઓના સહયોગ થકી વૃક્ષારોપણ કરાશે. આ સાથે મેડિકલ એસોસિએશન, લાયન્સ અને રોટરી ક્લબ, સ્વાધ્યાય પરિવાર, થરાદ વેપારી એસોસિએશન અને લોકભાગીદારી થકી કાર્યક્રમમાં સહભાગી બનશે. વિવિધ ફળવાળા વૃક્ષોના રોપાઓનું વાવેતર થરાદમાં કરાશે.




