GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મહાનગર પાલિકાની ઉજવણી અંતર્ગત MMCના ક્રમચારીઓ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

 

MORBI:મોરબી મહાનગર પાલિકાની ઉજવણી અંતર્ગત MMCના ક્રમચારીઓ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

 

 

 

મોરબી મહાનગર પાલિકાની ઉજવણીના ભાગ રૂપે તા. ૨૪ થી તા. ૩૧ સુધી વિવિધ કાર્યક્રમનું આયોજન મોરબી મહાનગર પાલિકા દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. માનવીય જીવન બચાવવા માટે રક્ત મહત્વનો ભાગ ભજવે છે, મોરબી મહાનગર પાલિકાના કર્મચારીઓ દ્વારા માનવ જીવન બચાવવા માટે મહત્વનું ગણાતું રક્તદાન કરવામાં આવ્યું હતું, હતું. MMC ના બહોળા પ્રમાણમાં કર્મચારીઓ એ રક્તદાન કેમ્પ માં ભાગ લીધો હતો.

મોરબી મહાનગર પાલિકાએ ૧ વર્ષ સફળતા પૂર્વક પૂર્ણ કર્યું હોય, જેના ભાગરૂપે મોરબી મહાનગરપાલિકા તા. ૨૪ થી ઉજાણી સપ્તાહની શરૂઆત કરવામાં આવી છે, જેમાં તા. ૨૪ ના સાંજે રક્તદાન કેમ્પ યોજાયો હતો, સાંજે ૫:૦૦ થી ૭:૩૦ સુધી મોરબી મહાનગરપાલિકા સંચાલિત કોમ્યુનીટી હોલ, સરદારબાગ ખાતે મહાનગર પાલિકાના અધિકારીઓ- કર્મચારીઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. રક્તદાન કરનાર તમામ MMC ના કર્મીઓને સર્ટિફિકેટ વિતરણ કર્યા હતા, મોરબી મહાનગર પાલિકા દ્વારા યોજાયેલ રક્તદાન કેમ્પનો મુખ્ય ઉદેશ માનવ જીવન બચાવવા માટે એક ડગલું આગળ આવવાનો રહ્યો છે, જેમાં MMC ના તમામ શાખાધિકારી તથા કર્મચારીઓ એ રક્તદાન કરી સમાજમાં માનવ જીવન બચાવવાનો મેસેજ આપ્યો હતો. આ કાર્યક્રમ માં કમિશનર શ્રી સ્વપ્નિલ ખરે IAS , નાયબ કમિશનર શ્રી કુલદીપસિહ વાળા ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!