GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી ૨ મધુવન સોસાયટીમાં ઘર પાસે પાર્ક કરેલ કારમાંથી વિદેશી દારૂની બોટલ ઝડપાઈ

MORBI:મોરબી ૨ મધુવન સોસાયટીમાં ઘર પાસે પાર્ક કરેલ કારમાંથી વિદેશી દારૂની બોટલ ઝડપાઈ
મોરબીની મધુવન સોસાયટીમાં શિવ શક્તિ લખેલ મકાનની સામે સ્વીફ્ટ ડીઝાયર કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મોરબી બી ડીવીઝન પોલીસની ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી બી ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન મધુવન સોસાયટીમાં રહેતા રાજદીપસિંહ દવેરા એ પોતાના આર્થીક લાભ સારું પોતાની ગ્રે કલરની સ્વીફ્ટ ડીઝાયર કાર જીજે ૦૧ આરસી ૮૭૩૨ વાળીમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવીને રાખ્યો હોવાની બાતમીના આધારે દરોડા પાડી ત્યાંથી વિદેશી દારૂની બોટલ નંગ ૧૦૮ કીમત રૂ.૭૫,૧૮૬ તથા કાર કીમત રૂ.૩,૦૦,૦૦૦ એમ કુલ મુદામાલ કીમત રૂ.૩,૭૫,૧૮૬ કબજે કરી આરોપી રાજદીપસિંહની શોધખોળ હાથ ધરી છે






