MORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના શકત શનાળા ગામ નજીક રહેણાંકમાંથી વિદેશી દારૂની બોટલ ઝડપાઇ.

MORBI:મોરબીના શકત શનાળા ગામ નજીક રહેણાંકમાંથી વિદેશી દારૂની બોટલ ઝડપાઇ.
મોરબી શહેરના શકત શનાળા ગામ નજીક મુરલીધર હોટલ પાછળ રહેતા વિકિભાઈ નાટડા પોતાના મકાનમાં ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગર વિદેશી દારુનો જથ્થો રાખી તેનું વેચાણ કરતો હોવાની મળેલ બાતમીને આધારે સીટી એ ડિવિઝન પોલીસે ઉપરોક્ત રહેણાંકમાં રેઇડ કરતા, જ્યાંથી વિદેશી દારૂ રમ, વ્હિસ્કીની ૭૫૦મીલી. અને ૧૮૦મીલી.ની કુલ ૧૦૫ નંગ બોટલ કિ.રૂ.૧૯,૯૦૮/- સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ સાથે આરોપી વિકિભાઈ નારણભાઇ નાટડા પોલીસની રેઇડ દરમિયાન હાજર નહિ મળી આવતા, પોલીસે વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી આરોપી સામે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.






