GUJARATJUNAGADHKESHOD

જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ ગિરનાર લીલી પરિક્રમા રૂટનું નિરીક્ષણ કર્યું

જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ ગિરનાર લીલી પરિક્રમા રૂટનું નિરીક્ષણ કર્યું

જૂનાગઢ તા.૮ જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ આજે ગિરનાર લીલી પરિક્રમા રૂટનું નિરીક્ષણ કર્યું હતું.આ રૂટ નિરીક્ષણ દરમિયાન ગિરનાર લીલી પરિક્રમામાં પધારતા ભાવિકો માટે જરૂરી પ્રાથમિક સુવિધાઓ ઉભી કરવા માટે પરામર્શ કર્યો હતો. ઉપરાંત ગિરનાર લીલી પરિક્રમાના કઠિન અને ચઢાણ વાળા રૂટ પર પરિક્રમાર્થીઓને મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તે માટે પણ જરૂરી વ્યવસ્થાઓ કરવા માટેનો તાગ મેળવ્યો હતો.જિલ્લા કલેક્ટરશ્રીની સાથે જિલ્લા વિકાસ અધિકારી શ્રી નીતિન સાંગવાન, જિલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા, નાયબ વન સંરક્ષક શ્રી અક્ષય જોશી સહિતના અધિકારીઓએ પરિક્રમા રૂટનું જાત નિરીક્ષણ કર્યું હતું.

 

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા કેશોદ

Back to top button
error: Content is protected !!