GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના ત્રિકોણ બાગ પાસેથી વેપારીનું બાઈક ચોરાયું

MORBI:મોરબીના ત્રિકોણ બાગ પાસેથી વેપારીનું બાઈક ચોરાયું

 

 

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં નિત્યાનંદ સોસાયટી મેઈન રોડ ઉપર રહેતા દેવેન્દ્રભાઇ હેનાભાઇ રાઠોડ ઉવ.૩૮એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા ચોર ઈસમ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે ગત તા.૧૯/૦૬ના રોજ મોરબીના ત્રિકોણ બાગ પાછળ સુભાષ રોડ ઉપર નેશનલ નામની દુકાન સામે ટીવીએસ કંપનીનું જ્યુપીટર મોપેડ રજી. જીજે-૩૬-એમ-૮૬૬૬ વાળુ જે મોડલ ૨૦૧૮ નુ કિ.રૂ. ૫૦૦૦૦/- વાળુ મોપેડ પાર્ક કરેલ જગ્યાએથી કોઈ અજાણ્યા વાહન ચોર ઈસમ ખસેડી ચોરી કરી લઇ ગયા હતા. જે બાબતે પ્રથમ ઈ-એફઆરઆઈ બાદ રૂબરૂ ફરિયાદ નોંધાવતા હાલ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે વેપારી દેવેન્દ્રભાઈની ફરિયાદને આધારે આરોપી અજાણ્યા વાહન ચોર સામે ગુનો નોંધી ચોરી થયાના અલગ અલગ દિશામાં તપાસની તજવીજ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!