Rajkot: “પ્લાસ્ટિક મુક્ત ગુજરાત અભિયાન” સામાજિક વનીકરણ રેન્જ, કોટડાસાંગાણી દ્રારા મહારાણા પ્રતાપ સ્કૂલમાં સફાઈ અભિયાન હાથ ધરાયું

તા.૨૫/૫/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: કોટડાસાંગાણીમાં આવેલી મહારાણા પ્રતાપ સ્કૂલ કેમ્પસમાં સામાજિક વનીકરણ રેન્જ, કોટડાસાંગાણી દ્રારા સફાઈ અભિયાન હાથ ધરાયું હતું.
વિશ્વ પર્યાવરણ દિવસ-ર૦રપ ની ઉજવણી અંતર્ગત પ્રી-કેમ્પેઈનનાં ભાગરૂપે પ્રદૂષણ અટકાવવા માટે પ્લાસ્ટિક એકત્રીકરણ તથા ‘ending plastic pollution globally’ નો પ્રચાર થાય તે હેતુથી તા.૨૫ ના રોજ મહારાણા પ્રતાપ સ્કૂલ કેમ્પસમાં સામાજિક વનીકરણ રેન્જ, કોટડાસાંગાણી દ્રારા સફાઈ અભિયાન હાથ ધરાયું હતું.
આ અભિયાનમાં ગામના આગેવાનો, ગામના લોકો તથા કોટડાસાંગાણી તાલુકાની અલગ-અલગ કચેરીઓના અધીકારીઓ તથા કર્મચારીઓ દ્વારા મહારાણા પ્રતાપ સ્કૂલના કેમ્પસમા પ્લાસ્ટિક તેમજ કચરો એકઠો કરી કાર્યક્રમની ઉજવણી સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો.
આ સાથે લોકોને પ્લાસ્ટિકના નુકશાન વિશે સમજ આપતા ગામ લોકોએ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા શપથ લીધા હતા.






