
કડાણા તાલુકામાં આવેલ કડાણા ડેમ નાં કેચમેંટ એરિયા માં ગુજરાત રાજ્ય નો પહેલો ફ્લોટિંગ સોલાર પાવર પ્લાન્ટ બનાવવામાં આવશે જે 110 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરશે, જેનો ઉદેશ્ય ગુજરાતમાં વીજ ઉત્પાદન ક્ષમતામાં વધારો કરવાનો અને પાણીનું બાસ્પીભવન નહીવત થાય તે છે. કડાણા હાઈડોપાવર પ્રોજેક્ટ GSECL અધિકારીઓએ આ અંગે માહિતી આપી હતી કે.. આ ગુજરાત રાજ્ય નો પ્રથમ મોટો ફ્લોટિંગ સોલાર પ્લાન્ટ હોવાનું કહેવાય છે.મહીસાગર જિલ્લાના કડાણા ડેમ ખાતે તરતી સોલાર પેનલોથી રોશની કરવામાં આવશે. આ માટે ફ્લોટિંગ સોલાર પ્રોજેકટ તૈયાર કરવામાં આવ્યો છે કડાણા ડેમના પાછળના પાણીમાં ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટનું કામ કરવામાં આવશે.પાણીના વિસ્તારમાં સોલાર પેનલ લગાવવામાં પેનલ પાણીની સપાટી પર તરતી રહેશે.જેમ જેમ પાણીનું સ્તર વધશે અને ઘટશે તેમ આપમેળે સંતુલન થતું રહેશે . પાણીના મજબૂત મોજા અને પૂરની તેના પર કોઈ અસર થશે નહીં.
આ પ્રોજેક્ટ હેઠળ ડેમના પાણી પર 110 મેગાવોટ માટે 300 હેક્ટરમાં બેકવોટરમાં સોલાર પેનલ લગાવવામાં આવશે અહીંથી દરરોજ અંદાજે 5 લાખ યુનિટ વીજળી ઉત્પન્ન થશે, જે રાજ્યના ના ઘણા વિસ્તારોમાં પ્રકાશ પ્રદાન કરશે, આ પ્લાન્ટ 4 લાખ જેટલો ટન કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનને અટકાવશે,આ સૌથી અનોખી યોજના હશે.ક્ષમતા અને પાણીના વિસ્તાર અનુસાર આ વિશાળ યોજના પર કામ શરૂ કરવામાં આવ્યું છે. આ માટે ઘણી જગ્યાએ અભ્યાસ કરવામાં આવ્યો, પછી કડાણા ડેમની પસંદગી કરવામાં આવી હતી હાલ આ કામ માટે ટેન્ડરિંગ ની પ્રક્રિયા વિભાગ દ્વારા કરવામાં આવીછે. આગામી સમયમાં તેના પર કામ શરૂ કરવામા આવશે..



