MORBI: પરિણીતા સાથે અંગત પળોના ફોટા તથા વિડીયો કોલ રેકોર્ડિંગ વાઇરલ કરી નાખતા શખ્શ વિરુદ્ધ ગુન્હો નોંધાયો

MORBI: પરિણીતા સાથે અંગત પળોના ફોટા તથા વિડીયો કોલ રેકોર્ડિંગ વાઇરલ કરી નાખતા શખ્શ વિરુદ્ધ ગુન્હો નોંધાયો
મોરબી શહેરના મધ્યભાગમાં આવેલ વિસ્તારમાં રહેતી પરિણીતા દ્વારા મોરબી સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં આરોપી કિશનભાઇ વસંતભાઇ બારોટ રહે. નવાપરા વાંકાનેરવાળા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી જણાવાયું છે કે આરોપી કિશનભાઈએ પરિણીતાના અંગત પળોના ફોટા તથા વિડીયો તેના મોબાઇલ ફોનમાં ઉતારી લઇ તેમજ પરિણીતા તથા આરોપી કિશન વચ્ચે થયેલ બીભત્સ વિડીયો કોલનું પરિણીતાની જાણ બહાર વિડીયો કોલનું સ્ક્રીન રેકોડીંગ કરી આરોપીએ પોતાના મોબાઇલ ફોનમાં આ સમગ્ર સેવ કરી લીધેલ હોય. જે અંગત પળોના ફોટા તથા વિડીયો તેમજ વિડીયો કોલ રેકોર્ડિંગ ગઈ તા.૦૫/૦૮ના રોજ આરોપી કિશનભાઈએ વાયરલ કરી દીધા હોવાની ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે પરિણીતાની ફરિયાદના આધારે બનેલ અત્યંત ગંભીર બાબતે આરોપી સામે ધ ઇન્ફર્મેશન ટેકનોલોજી એકટ ૨૦૦૦ ના કાયદાની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની અટકાયત કરવા ચક્રો ગતિમાન કર્યા છે.






