MORBI:મોરબીના વિશીપરા રોહીદાસપરામા યુવકને છરીના ઘા ઝીંકી કરી પૈસાની ઉઘરાણી કરતા: ત્રણ શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધાયો
MORBI:મોરબીના વિશીપરા રોહીદાસપરામા યુવકને છરીના ઘા ઝીંકી કરી પૈસાની ઉઘરાણી કરતા: ત્રણ શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધાયો
મોરબી શહેરમાં વ્યાજખોરો ગમે તે કરી શકે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એટલી હદે કથળી ગઈ છે કે જાણે મોરબીમાં પોલીસ જ ન હોય ત્યારે મોરબીના રોહિદાસપરામા રહેતા યુવકે આરોપી પાસેથી વ્યાજે રૂપિયા લીધેલ હોય અને દર માસે વ્યાજની ચુકવણી કરતા હોય પરંતુ છેલ્લા છ-સાત માસથી વ્યાજના પૈસા ન ચૂકવી શકતા આરોપીઓએ ઉઘરાણી કરતા પૈસાની સગવડ ન હોવાનું જણાવતા આરોપીઓ યુવકને ગાળો આપી છરી વડે ઇજા કરી ઢીકાપાટુનો મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની બી ડિવિઝન પોલીસ મથકમા ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના વિશીપરા રોહીદાસપરા શેરી નં -૦૫ માં રહેતા અનીલભાઈ મનોજભાઇ ચૌહાણ (ઉ.વ.૨૪) એ આરોપી શિવમભાઈ રબારી, હીરાભાઈ રબારી, પૃથ્વીરાજસિંહ ઝાલા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીએ આરોપી શિવમભાઈ પાસેથી રૂપિયા વ્યાજે લીધેલ હોય જે દર માસે વ્યાજની ચુકવણી કરતા હોય પરંતુ છેલ્લા છ-સાત માસથી વ્યાજના પુરા પૈસા ચુકવી શકેલ નહી જેથી આરોપીઓ વ્યાજના પૈસાની ઉઘરાણી માટે મોકલતા ફરીયાદી પોતાના ઘર પાસે મળી આવતા વ્યાજના પૈસાની માંગણી કરતા ફરીયાદી પાસે પૈસાની સગવડ નહી હોવાનું જણાવતા ફરીયાદીને બિભત્સ ગાળો આપતા ફરીયાદીએ ગાળો આપવાની ના પાડતા આરોપી હીરાભાઇએ એકદમ ઉશ્કેરાઇ જઇ ફરીયાદીને બે ત્રણ જાપટો મારી ઢીંકા પાટુનો માર મારેલ તેમજ આરોપી પૃથ્વીરાજસિંહએ છરી વડે પેટના ભાગે પડખામાં તેમજ વાંસાના ભાગે ઘા મારી ગંભીર ઇજા કરી બિભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી જાતી પ્રત્યે અપમાનીત કરેલ હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સહીતા કલમ ૧૧૫(૧), ૧૧૮(૧), ૩૫૨, ૩૫૧(૨,૩), ૫૪ તથા નાણા ધિરધાર અધિનિયમ કલમ ૪૦,૪૨ તથા એટ્રોસિટી એકટ કલમ ૩(૧)(આર), ૩(૧)(એસ), ૩(૨)(૫-એ) તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.