GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જૂની અદાવતમાં યુવક પર છરી અને ધારિયા વડે હુમલો, બે શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ

 

 

MORBI:મોરબી જૂની અદાવતમાં યુવક પર છરી અને ધારિયા વડે હુમલો, બે શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ

 

​મોરબી: શહેરના વાવડી રોડ પર જૂની અદાવતને લઈ એક યુવક પર બે શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આરોપીઓએ યુવકને છરી અને ધારિયા વડે ગંભીર ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી ગઈ છે.



​મળતી માહિતી મુજબ, મોરબીના પંચાસર રોડ પર સલીમ મસ્જિદ સામે રહેતા સિકંદરભાઈ કાદરભાઈ મોવર (ઉ.વ. ૨૪) નામના યુવકે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.​સિકંદરભાઈ જ્યારે વાવડી રોડ પર મિલન પાર્કના નાકા પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે ત્યાં રહેતા શાહરૂખભાઈ પરમાર અને ઈરફાન નાનુભાઈ ઘાંચી નામના બે શખ્સોએ તેમને આંતર્યા હતા.​ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ફરિયાદી સિકંદરભાઈ અને આરોપી શાહરૂખ વચ્ચે અગાઉથી જૂની અદાવત ચાલતી હતી. આ મનદુઃખનો ખાર રાખીને બંને આરોપીઓએ હુમલો કર્યો હતો આરોપીઓએ સિકંદરભાઈ પર છરીથી હુમલો કરી તેમના બંને હાથ અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. હુમલા દરમિયાન આરોપીઓએ ઊંધા ધારિયા વડે પીઠના ભાગે ઘા મારી ફરિયાદીને નીચે પાડી દીધા હતા.​ધમકી અને મારપીટ: યુવક નીચે પડી ગયા બાદ બંને શખ્સોએ તેને ઢીકાપાટુનો માર માર્યો હતો અને ગંદી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.​આ હુમલા બાદ ઈજાગ્રસ્ત સિકંદરભાઈએ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બંને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Back to top button
error: Content is protected !!