Rajkot: પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીના અંતિમ દર્શન અને અંતિમ યાત્રા સમય માટે નિયત કરાયેલી પાર્કિંગ વ્યવસ્થા

તા.૧૫/૬/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીના પાર્થિવ દેહને અંતિમ દર્શન તથા અંતિમ સંસ્કાર માટે રાખવામાં આવનાર છે, ત્યારે શહેર ટ્રાફિક વ્યવસ્થાને સુવ્યવસ્થિત જાળવવા રાજકોટ શહેર પોલીસ દ્વારા ખાસ પાર્કિંગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
આ અંગે નાયબ પોલીસ કમિશનર-ટ્રાફિક સુશ્રી પૂજા યાદવ દ્વારા એક યાદીમાં અપીલ કરવામાં આવી છે કે, આમ જનતાએ પાર્કિગ માટે નિયત કરાયેલી વ્યવસ્થામાં જ વાહનો પાર્ક કરવા. જેથી ટ્રાફિકમાં અવરોધ ન થાય અને ટ્રાફિક વ્યવસ્થા સુદ્રઢ બની શકે.
પાર્કિંગ વ્યવસ્થાની વિગતો:
પાર્કિંગ-૧: વી.વી.આઈ.પી.ઓ માટે કે.કે. શેઠ ફિઝિયોથેરાપી કોલેજના પાછળના ભાગે ઓમકાર એપાર્ટમેન્ટની સામેથી બાજુ પાર્કિંગ માટે તિરુપતિનગર શેરી નં.૧ના ગેટથી પ્રવેશ કરવો.
પાર્કિંગ-૨: નિર્મલા સ્કૂલની અંદરના ભાગે.
પાર્કિંગ-૩: સોજીત્રાનગરમાં આવેલા પાણીના ટાંકાના પાછળના ભાગે ખુલ્લા પ્લોટમાં.
પાર્કિંગ-૪ વિરબાઈ મહિલા કોલેજ નિર્મલા રોડ ફાયર બ્રિગેડની સામે કોલેજના પાછળના ભાગે પાર્કિંગ.






