AHAVADANGGUJARAT

ડાંગમાં પાડોશી અંધશ્રદ્ધા રાખી ડાકણ જેવા આક્ષેપ લગાવી હેરાન કરતા મહિલા અભયમ ટીમ મહિલાની મદદે પહોંચી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકાના એક ગામમાંથી પીડિત મહિલા દ્વારા 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ કરીને પોતાની આપવીતી જણાવી હતી અને કહ્યુ હતું કે,તેમના પાડોશમાં રહેતા પરિવારમાં તેઓના જેઠ થાય છે, તેઓ દરરોજ દારૂ પીને આવી અપશબ્દો બોલતા હોય છે તેમજ ભૂતાડી, ડાકણ જેવા શબ્દો ઉચ્ચારતા હોય છે અને હેરાનગતિ કરતા હોય છે.જેની ગંભીરતાને ધ્યાને લઈ 181 અભયમ ટીમ મદદે પહોંચી હતી.181 અભયમ મહિલા હેલ્પલાઇન આહવા ટીમને કોલ મળતાની સાથે જ ટીમના કાઉન્સેલર નેહા મકવાણા, પ્રીતિબેન તેમજ પાયલોટ શૈલેષભાઈ સ્થળ પર પહોંચ્યા હતા.અને પીડિત મહિલા સાથે વાતચીત કરતા પીડિતા એ જણાવેલ કે,તેમના પાડોશી સગામાં તેઓનાં જેઠ થાય છે.જે આજ રોજ દારૂનું વ્યસન કરી ઘરે આવીને પીડિત મહિલા કે જેઓ પોતે વિધવા છે. તેમના સાસુ વિધવા છે. તેમના નાની સાસુ વિધવા છે. આમ ઘરમાં બધા જ વિધવા હોવાથી તેઓ પીડિત મહિલાના ઘરના સભ્યોને ભૂતાડી, ડાકણ વગેરે જેવા શબ્દો ઉચ્ચારીને હેરાન કરે છે.તેમજ નશો કરીને અપશબ્દો બોલે છે.અને મારપીટ કરવાની ધમકી આપે છે. અને આવી રીતે અવાર નવાર ઝઘડો કરતા હોવાથી 181 પર જાણ કરી મદદ માગેલ છે.ત્યારે 181 ટીમ દ્વારા તેમના પાડોશીનું અસરકારક કાઉન્સિલિંગ કરી કાયદાકીય માહિતી, માર્ગદર્શન આપ્યુ હતુ.તેમજ ઘરના સભ્યોનુ કુદરતી રીતે અવસાન થયેલ છે. જે કારણે તમે તેઓને અપશબ્દો કે અંધશ્રદ્ધાના કારણે પરિવારના જ સભ્યોને ડાકણ જેવા આક્ષેપ લગાવી હેરાનગતિ કરવી અથવા તેઓને મારપીટ કરવી એ ગુનો બને છે. તે વિશે સમજ આપી તેમના પાડોશીને તેમની ભૂલ સમજાવીને સગા સંબધીઓમાં તેઓને મતભેદ ન રહે તે રીતે બન્ને પક્ષોનું 181 ટીમ દ્વારા અસરકારક કાઉન્સિલિંગ કરી બંને પક્ષકારોને સમજાવી વડીલોની હાજરીમાં સુખદ સમાધાન કરાવ્યું હતુ.ત્યારે પીડિત મહિલાએ 181 અભયમ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.અને તેમની કામગીરીને બિરદાવી હતી..

Back to top button
error: Content is protected !!