JETPURRAJKOT

ટી.સી.એસ. માટે રાજકોટ ખાતે યોજાનારો ભરતી મેળો

તા.૩/૭/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

આઈ.ટી. ક્ષેત્રની નામાંકિત કંપની ટી.સી.એસ. TCS(Tata Consultancy Services) માટે તા. ૦૭/૦૭/૨૦૨૩ (શુક્રવાર)ના રોજ સવારે ૦૯:૩૦ કલાકે ખાસ રોજગાર ભરતીમેળાનું શ્રીમતી જે.જે.કુંડલીયા કોમર્સ કોલેજ, સુચક રોડ, શાસ્ત્રી મેદાન સામે આયોજન કરાયું છે.

રાજકોટના બહુમાળી ભવન સ્થિત રોજગાર કચેરી અને શ્રીમતી જે. જે. કુંડલિયા કોમર્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે યોજાનાર આ રોજગાર ભરતીમેળામાં ટી.સી.એસ.ના પ્રતિનિધીશ્રીઓ દ્રારા બીઝનેસ પ્રોસેસ સર્વિસની જગ્યાઓ માટે લેખિત પરીક્ષા અને ઈન્ટરવ્યુ થકી ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે, જેમાં વર્ષ ૨૦૨૧/૨૦૨૨/૨૦૨૩માં બી.એ./બી.કોમ/બી.બી.એ./બી.એસ.સી.(નોન-આઈટી)નો અભ્યાસ પૂર્ણ કરેલ ઉમેદવારો ભાગ લઇ શકશે.

વધુ માહિતી માટે મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી, ૧/૩, બહુમાળી ભવન, રાજકોટનો રૂબરૂ અથવા ફોન નંબર: ૦૨૮૧-૨૪૪૦૪૧૯ અથવા રોજગાર સેતુ હેલ્પલાઈન નંબરઃ ૬૩૫૭૩૯૦૩૯૦ પર સંપર્ક કરવા મદદનીશ નિયામકશ્રી રોજગાર કચેરી, રાજકોટની યાદીમાં જણાવાયું છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!