ANANDANAND CITY / TALUKOANKLAVPETLAD

પેટલાદ ત્રણ પોલીસ કર્મચારીઓ 45 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાયા.

પેટલાદ ત્રણ પોલીસ કર્મચારીઓ 45 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાયા.

તાહિર મેમણ – આણંદ – 15/10/2024- પેટલાદ ત્રણ પોલીસ કર્મચારીઓ 45 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાયા. પેટલાદ ત્રણ પોલીસ કર્મચારીઓ વિદેશી દારૂના કેસમાં પતાવટ માટે બુટલેગર પાસેથી 45 હજાર રૂપિયાની લાંચ લેવા જતાં એસીબીના છટકામાં ઝડપાઈ ગયાં છે. જેને પગલે પોલીસ બેડામાં હડકંપ મચી ગયો છે.આણંદ જિલ્લાના પેટલાદમાં આવેલ સ્ટેશન ચોકીમાં ફરજ બજાવતાં એએસઆઈ રામભાઈ વેલાભાઈ ખોડા, કોન્સ્ટેબલ હિતેશભાઈ દિપસંગભાઈ રાઠોડ અને ધનરાજસિંહ કેસરીસિંહ મહીડાએ ચાર મહિના અગાઉ નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં માર નહીં મારવા અને વધુ રિમાન્ડ નહીં માંગવાના બદલામાં બુટલેગર પાસે એક લાખ રૂપિયાની લાંચ માંગી હતી. રકઝકને અંતે આ ત્રણેય પોલીસ કર્મીઓએ લાંચની રકમ ઘટાડીને 45 હજાર કરી હતી. જોકે, આ બુટલેગરની પત્ની લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેઓએ આ અંગે એ.સી.બી માં ફરીયાદ કરી હતી.

આ કેસની તપાસ નડિયાદ એસીબીને આપવામાં આવી હતી. જેથી નડિયાદ એસીબીની ટીમે પેટલાદ સ્ટેશન ચોકીમાં છટકું ગોઠવ્યું હતું અને બુટલેગરની પત્ની પાસેથી લાંચ પેટે 45,000 રૂપિયા સ્વીકારતા એએસઆઈ રામભાઈ વેલાભાઈ ખોડા, કોન્સ્ટેબલ હિતેશભાઈ દિપસંગભાઈ રાઠોડ અને ધનરાજસિંહ કેસરીસિંહ મહીડાને રંગેહાથ દબોચ્યાં છે. જે બાદ આ ત્રણેય પોલીસકર્મીઓને નડિયાદ ACB કચેરી ખાતે લઈ જઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!