MORBI મોરબી વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાશે

MORBI મોરબી વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાશે
મોરબીમાં ૦૪ ડિસેમ્બરે વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે સવારે ૦૮:૦૦ કલાકે બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાશે; રજીસ્ટ્રેશન કરાવેલ સ્પર્ધકોએ ઉપસ્થિત રહેવું
ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા કમિન્નરશ્રી યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી, મોરબી દ્વારા સંચાલીત જિલ્લાકક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા ૨૦૨૫-૨૬નું વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ, ઘુનડા રોડ, મોરબી ખાતે સવારે ૮.૦૦ કલાકે આયોજન કરવામાં આવ્યું છે.
આ સ્પર્ધાઓમાં (૧) વકતૃત્વ, (૨) નિબંધ લેખન, (૩) દુહા-છંદ, ચોપાઈ, (૪) લોકવાર્તા, (૫) સર્જનાત્મક કારીગરી, (૬) ચિત્રકલા, (૭) લગ્નગીત, (૮) લોકવાદ્ય સંગીત, (૯) એકપાત્રીય અભિનય, (૧૦) લોકગીત, (૧૧) ભજન, (૧૨) સમૂહગીત અને (૧૩) લોકનૃત્ય સહિતની સ્પર્ધાઓ યોજાશે. આ સ્પર્ધાઓમાં રજીસ્ટ્રેશન કરાવેલ તમામ સ્પર્ધકોએ નિયત તારીખ, સમય અને સ્થળ મુજબ ભાગ લેવા હાજર રહેવાનું રહેશે તેવું મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.






