MORBI:મોરબીના શનાળા ગામ નજીક જોખમી રીતે રેસ કરનાર CNG રીક્ષા ચાલકને ઝડપી કાયદાનું ભાન કરાવ્યું
MORBI:મોરબીના શનાળા ગામ નજીક જોખમી રીતે રેસ કરનાર CNG રીક્ષા ચાલકને ઝડપી કાયદાનું ભાન કરાવ્યું
મોરબી: મોરબી રાજોકટ હાઇવે પર શનાળા ગામ પાસે રોડ ઉપર CNG રીક્ષા જોખમી રીતે રેસ કરતા ચાલકને શોધી કાઢી મોરબી ટ્રાફિક પોલીસ દ્વારા કાયદાનું ભાન કરાવ્યું હતું.
મોરબી ટ્રાફિક શાખાના પીઆઈ કે એમ છાસિયાની સુચના મુજબ પીએસઆઈ ડી બી ઠક્કર અને ટ્રાફિક શાખાની ટીમ ટ્રાફિક નિયમન કામગીરી કરતી હોય ત્યારે સોશ્યલ મીડિયામાં એક સીએનજી રીક્ષા રેસ કરતો વિડીયો વાયરલ થયેલો ધ્યાને આવ્યો હતો જેથી વિડીયોની ખરાઈ કરતા શનાળા ગામ પાસેનો હોવાનું ખુલ્યું હતું અને વિડીયોમાં દેખાતી રીક્ષા જીજે ૦૩ એએક્સ ૪૧૨૩ ના ચાલક અકરમશા હુશેનશા શાહમદાર (ઉ.વ.૨૦) રહે વજેપર મેઈન રોડ મોરબી વાળાને ઝડપી લઈને પૂછપરછ કરતા ગુનાની કબુલાત આપી હતી જેથી રીક્ષા ચાલક વિરુદ્ધ એ ડીવીઝન પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદાનું ભાન કરાવ્યું છે