BHARUCHBHARUCH CITY / TALUKO
પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપી ઝડપાયો:ભરૂચ LCBએ દાંડિયા બજાર પાસેથી તિલક પટેલને ઝડપી લીધો

સમીર પટેલ, ભરૂચ
ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે. એલસીબી ટીમને વોન્ટેડ આરોપીઓને પકડવા માટે વિશેષ સૂચના મળી હતી. આ અંતર્ગત પોલીસ સબ ઇન્સપેક્ટર ડી.એ. તુવર અને તેમની ટીમ ભરૂચ શહેરમાં પેટ્રોલિંગ કરી રહી હતી.
બાતમીદારો દ્વારા માહિતી મળી હતી કે જંબુસર અને અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપી તિલક હરિકૃષ્ણ પટેલ દાંડિયા બજાર વિસ્તારમાં છે. આરોપી શનિદેવના મંદિર પાસે હોવાની ચોક્કસ માહિતી મળી હતી.
એલસીબી ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીને દાંડિયા બજાર વિસ્તારમાંથી ઝડપી લીધો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ ગુનાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની સંલગ્ન કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.




