MORBI:મોરબીમાં ફ્લિપકાર્ટ કંપનીની લોજિસ્ટિક્સ કંપનીમાં ડિલિવરી બોય દ્વારા છેતરપીંડી કર્યાની ફરીયાદ નોંધાઈ
MORBI:મોરબીમાં ફ્લિપકાર્ટ કંપનીની લોજિસ્ટિક્સ કંપનીમાં ડિલિવરી બોય દ્વારા છેતરપીંડી કર્યાની ફરીયાદ નોંધાઈ
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં રાજકોટ રાજનગર-૫ માં રહેતા મહેશભાઇ મોહનભાઇ રાઠોડે આરોપી રફીકભાઈ હનીફભાઈ ભટી રહે. વાવડી રોડ ન્યુ ક્રિષ્ના પાર્ક સોસાયટી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ફ્લિપકાર્ટ પ્રા.લીના લોજિસ્ટિક્સ પાર્ટનર ઇન્ટાકાર્ટ પ્રા.લીમાં કામ કરતા ડિલિવરીબોય આરોપી રફીકભાઇ હનીફભાઇ ભટીએ ગત તા.૨૨/૧૦ થી ૧૯/૧૧ ના સમયગાળા દરમિયાન ફ્લિપકાર્ટ વેરહાઉસમાંથી મોંઘી વસ્તુઓ, જેમ કે સોની પ્લેસ્ટેશન ૫ રૂ.૪૪,૦૦/-, સોની પ્લેસ્ટેશન ૪ રૂ.૩૩,૦૦૦/-, એપલ એરપોડ્સ રૂ.૨૩,૫૦૦/- અને એપલ એરપોડ્સ પ્રો રૂ.૨૩,૦૦૦/- જેવી વસ્તુઓના ઓર્ડર ગ્રાહકોના નામે મંગાવ્યા. પરંતું, ડિલિવરી સમયે તે વસ્તુઓ પેકેજમાંથી કાઢી તેમાં બીજા નોન-યુઝ આઇટમ મૂકીને કંપની સાથે કુલ રૂ.૧,૨૩,૫૦૦/-ની છેતરપીંડી કરી હોય તે મુજબની ફરિયાદ નોંધાવતા સીટી એ ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેની અટકાયત કરવા ચક્રો ગતિમાન કર્યા છે.