AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાનાં આહવા ખાતે ૯ માં ‘રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ’ ઉજવણી સાથે યોજાઇ ‘ધન્વંતરી જયંતિ’

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ- ડાંગ
આયુર્વેદ નિદાન સારવાર, આયુર્વેદ પદ્ધતિની વિશેષ ચિકિત્સાઓ તેમજ આયુર્વેદ અને યોગનું પ્રદર્શન રજુ કરાયું
નવમાં ‘રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ’ નિમિત્તે આહવાની સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ખાતે ભગવાન ધન્વંતરીની પુજા/અર્ચના કરી સ્વાસ્થ્ય સંકલ્પ લેવાયો હતો.
વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઇ પટેલ તથા જિલ્લા વહિવટી તંત્રના વડા એવા કલેક્ટર શ્રી મહેશ પટેલે સમગ્ર માનવ જગત સ્વસ્થ રહે તેવી ભગવાન ધન્વંતરીને પ્રાથના કરી હતી. જે બાદ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ડિસ્ટ્રીક આયુષ સોસાયટીના હોદ્દેદારશ્રીઓને “આયુષ ઔષધ કીટ”નું વિતરણ કરવામાં આવ્યું હતું. ‘રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ’ ઉજવણી અંતર્ગત અહિં આયુર્વેદ નિદાન સારવાર, આયુર્વેદ પદ્ધતિની વિશેષ ચિકિત્સાઓ તેમજ આયુર્વેદ અને યોગને લગતું પ્રદર્શન પણ રજુ કરવામાં આવ્યું હતું.

દરમિયાન મહાનુભાવોએ અંહીની સેવા અને સુવિધાઓ બાબતે જાણકારી મેળવી તેને વઘુ લોકભોગ્ય બનાવવાની દિશામા કાર્યવાહી કરવાની અપીલ કરી હતી.

જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી ડો.મિલન દશોંદીએ હોસ્પિટલની સેવા સુવિધા તથા કાર્યક્રમથી ઉચ્ચાધિકારીઓને અવગત કરાવ્યા હતા.

Back to top button
error: Content is protected !!