HALOLPANCHMAHAL

બ્રેકિંગ:હાલોલ તાલુકાના પ્રતાપપૂરા ગામના તળાવમા બે યુવાનો ડુબ્યા એકનો આબાદ બચાવ,એકનુ મોત

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૭.૯.૨૦૨૪

હાલોલ તાલુકાના પાંચ મહુડી ગામે થી શ્રીજી ની વિસર્જન યાત્રા લઈ પ્રતાપપુરા તળાવ જવા નીકળેલા ભક્તો પ્રતાપપુરા તળાવ પહોંચે તે પહેલાં ગામના બે યુવકો ત્યાં પહોંચી તળાવ માં કુદયા હતા. બંને યુવકો પાણી માં ડૂબ્યા હતા જે પૈકી એક ને બચાવી બહાર કાઢી લેવાયો છે.તળાવ ની મધ્યે જઈ ડૂબી ગયેલા યુવક ની શોધખોળ કરવા હાલોલ ફાયર ફાઇટર ની ટીમ ને જાણ કરવામાં આવી છે,પરંતુ ફાયર ની ટીમ ગણેશ વિસર્જન માં હોવાથી હાલ ગામ લોકો દ્વારા તળાવ માં ડૂબી ગયેલા યુવક ની શોધખોળ કરવામાં આવી રહી છે.હાલોલ તાલુકાના પાંચ મહુડી ગામના પ્રવિણસિંહ ગણપતસિંહ પરમાર અને મનોજ પરમાર ગામના શ્રીજી વિસર્જન માટે નીકળ્યા હતા.શ્રીજી ની વિસર્જન યાત્રા ગામ માંથી પ્રતાપપુરા તળાવ સુધી પહોંચે તે પહેલાં બંને યુવકો પ્રતાપૂરા તળાવ પહોંચ્યા હતા અને વિસર્જન માટે લોકો આવે તે પહેલાં તળાવ માં કુદયા હતા. જે પૈકી પ્રવિણસિંહ ગણપતસિંહ પરમાર તળાવમાં તરતો તરતો દૂર જતો રહેતા તે ઊંડા પાણી માં ડૂબ્યો હતો. જ્યારે મનોજ પરમાર પણ ઊંડા પાણી માં જતા તે પણ પાણી માં ડૂબી રહ્યો હતો તે સમયે ત્યાં થી પસાર થતા કેટલાક લોકોએ મનોજ ને બચાવી લીધો હતો. પરંતુ ઊંડા પાણી માં ડૂબી ગયેલા પ્રવીણ પરમાર ની શોધખોળ કરવામાં આવી રહી છે.તળાવ માં ડૂબી જનાર 37 વર્ષીય પ્રવીણ પરમાર ને સંતાનો માં એક દીકરો અને બે દીકરીઓ છે.જ્યારે તેની માતા વિધવા છે, કુટુંબ ના ભરણપોષણ ની તમામ જવાબદારીઓ તેના માથે હતી, તે પાણી માં ડૂબી જતાં પરિવાર નિરાધાર બન્યું છે.આજે ગણેશ વિસર્જન ને કારણે હાલોલ ફાયર ટીમ વડા તળાવ પાવાગઢ માં હોવાથી કાલોલ ફાયર ટીમ ને જાણ કરવામાં આવી છે પરંતુ તેઓ પણ વિસર્જન કામગીરી માં રોકાયેલા હોઈ હાલ ગામલોકો દ્વારા તળાવ માં ડૂબેલા પ્રવીણ પરમાર ની શોધખોળ કરી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!