Halvad :ઉછીના પૈસા પરત આપવાના બહાને મહીલાને હળવદ બોલાવી ઝાપટ મારી જાનથી મારી નાંખવાની ઘમકી: ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
Halvad :ઉછીના પૈસા પરત આપવાના બહાને મહીલાને હળવદ બોલાવી ઝાપટ મારી જાનથી મારી નાંખવાની ઘમકી: ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
મૂળ મધ્યપ્રદેશના ઇન્ડોરની વતની હાલ મોરબીના ઘુંટુ રોડ ઉપર પાર્થ હોટલ ખાતે રહેતા રૂકસારબેન ગૌરવભાઈ મનોર ઉવ. ૩૦ એ હળવદ પોલીસ મથકે આરોપી મુમાભાઈ ઉર્ફે રાધે હીરાભાઈ રાતડીયા રહે.કડીયાણા તથા અજાણ્યા ત્રણ એમ કુલ ચાર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, તેઓ હાલમાં મોરબી અને હળવદ વિસ્તારમાં નોકરી કરે છે અને પતિ ઇન્દોરમાં દરજીનું કામ કરે છે. થોડા સમય પહેલા તેઓ હળવદ ખાતે “સોનુ સ્પા”માં નોકરી કરતા હોય, ત્યારે સ્પા નીચે ચાની દુકાન ચલાવતા મુમાભાઈ ઉર્ફે રાધે હીરાભાઈ રાતડીયા સાથે ઓળખાણ થઈ હતી અને સમયાંતરે રૂકસારબેને તેને ઉછીના રૂપિયા આપ્યા હતા.
ગઈ ૨૩મી એપ્રિલે મુમાભાઈએ ફોન કરીને રૂપિયા પરત આપવા માટે રૂકસારબેનને હળવદ બોલાવ્યા હતા. ત્યારે મહિલાએ સમય ન હોવાનું કહેતા મુમાભાઈએ મોબાઈલમાં ધમકી આપી હતી કે તેમના પતિને ફોન કરીને જાણ કરશે, જેથી રૂકસારબેન રાત્રે આશરે ૯ વાગ્યે હળવદ પહોંચયા ત્યારે મોરબી ચોકડી પાસે આરોપી મુમાભાઈ અને તેના ત્રણે અજાણ્યા સાથીદારો હાજર હતા. રૂકસારબેને પૈસાની માંગણી કરતા આરોપીએ ઉલટા મહિલાને ગાળો આપી એક ઝાપટ મારી અને કહ્યું કે, “હવેથી ફરીથી પૈસા માંગશે તો તને જીવતી રાખીશ નહિ.” આ સાથે મુમાભાઈના ત્રણે સાથીદારો પણ ગાળો આપી ધાકધમકી આપવા લાગ્યા હતા. હાલ મહિલાની ફરિયાદને આધારે હળવદ પોલીસે ચાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.