
તા.૦૨.૦૯.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ શહેર માં એમજી રોડ યુવક મંડળ દ્રારા ગણેશ પંડાલ માં વારાણસી ની અદ્ભુત ઝાંખી તૈયાર કરવામાં આવી જીવંત ગંગા આરતી સાથે ભક્તો સાક્ષાત ગંગા કિનારે ઊભા હોય તેવો અહેસાસ કરી રહ્યા છે
ગણેશમહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે ગણેશ મંડળો દ્વારા ગણેશ જી ની સ્થાપના કર્યા બાદ પૂજા અર્ચના સાથે ભગવાન ગણેશ ની સેવા માં ભક્તો લીન બન્યા છે તો ગણેશ મંડળો દ્રારા ગણેશ સ્થાપના સાથે સાથે અલગ અલગ ઝાંખી ઓ તૈયાર કરે છે તો દાહોદ ના એમજી રોડ યુવક મંડળ દ્વારા વારાણસી ની અદભૂત ઝાંખી તૈયાર કરવામાં આવી છે સ્વયં કાશી માં પહોંચી ગયા હોય તેવી અનુભૂતિ થઈ રહી છે એમજી રોડ યુવક મંડળ દ્વારા સતત 37 મા વર્ષે ગણપતિ નું આયોજન કરવામાં આવી રહ્યું છે મંડળ દ્વારા દર વર્ષે અલગ અલગ પ્રકાર ની ઝાંખી પણ રાખવામાં આવે છે ત્યારે ચાલુ વર્ષે વારાણસી ની યાદ તાજી કરાવતી સુંદર ઝાંખી તૈયાર કરી છે શહેર માં ઝાંખી આકર્ષણ નું કેન્દ્ર બની છે પંડાલ મા પ્રવેશ ની સાથે જ મંત્રોચ્ચાર ના નાદ થી એક અલગ જ આધ્યાત્મિક અનુભૂતિ થાય છે સ્વયં ગંગા નદી ના કિનારે પહોંચી ગયા હોય તેવો અહેસાસ થાય છે મોક્ષનગરી ગણાતા વારાણસી ના 84 ઘાટ પૈકી ના મુખ્ય ઘાટો અહીં જીવંત તૈયાર કરવામાં આવ્યા છે તે પૈકી નો મણીકર્ણિકા ઘાટ કે જ્યાં મોક્ષ પ્રાપ્તિ નું વરદાન માનવામાં આવે છે અને ત્યાં સતત ચિતા ઓ સળગતી રહતી હોય છે તે ઘાટ પણ તૈયાર કરાયો છે અને ચિતાઓ ની પણ કૃતિઓ રજૂ કરવામાં આવી છે જીવંત ગંગા આરતી નો લ્હાવો પણ રજૂ કરવામાં આવ્યો છે




