
તાહિર મેમણ- ડેડીયાપાડા – 18/09/2025 – શ્રીકૃષ્ણ આશ્રમશાળા થવા નાં પરિસરમાં આપણા સામાજિક કર્તવ્યના ભાગરૂપે પર્યાવરણના સંરક્ષણ માટે પ્રકૃતિ અને કુદરતનો ઋણ ચુકવવાનાં પ્રયાસરૂપે સૌના સહિયારા સહયોગથી પીએમ શ્રી શ્રીકૃષ્ણ આશ્રમશાળા થવા નાં પરિસરમાં
નેત્રંગ તાલુકા કક્ષાનો વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.
બ્રહ્માંડમાં પ્રત્યેક વસ્તુ એકબીજા સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલી છે. તેવી જ રીતે આપણે પણ પર્યાવરણ સાથે જોડાયેલા છીએ. પરંતુ વાસ્તવિક પરિસ્થિતિને ધ્યાને લઈએ તો સહજતાથી ખ્યાલ આવે છે કે મનુષ્યને કારણે પર્યાવરણ પર માઠી અસર પહોંચી છે. આથી પર્યાવરણ સુધારણા અંતર્ગત શ્રી ગ્રામ નિર્માણ કેળવણી મંડળ સંચાલિત ‘પીએમ શ્રી શ્રી કૃષ્ણ આશ્રમશાળા થવા’ માં “ચાલો શ્વાસ વાવીએ વસુંધરાને વધાવીએ” થીમ અંતર્ગત તાલુકા કક્ષાના 201 રોપાનું વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજ રોજ તા. 17,સપ્ટેમ્બર,2025 ના રોજ શાળાના આચાર્ય શ્રીમતી રંજનબેન વસાવા, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ કાર્યક્રમ માટે ઉત્સાહિત હતા. ત્યારે નેત્રંગ તાલુકાના બી.આર.સી કો-ર્ડીનેટર શ્રીમતી સુધાબેન વસાવા, નિવૃત પ્રાધ્યાપક ઠાકોરભાઈ ચૌધરી, ટ્રસ્ટી શ્રી નાનાલાલ વસાવા, પુષ્પરાજસિહ, રાજનભાઈ, પીએમ શ્રી થવા બ્રાન્ચના આચાર્ય શ્રી માધવસિંહ વસાવા, આંતરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ સેન્ટ્રલ કમિટી પ્રેસિડેન્ટ સર્જન વસાવા,
તથા એમના સ્ટાફગણ નું કંકુ ચોખા નો તિલક કરી પુષ્પગુચ્છ આપી તેમજ શાબ્દિક સ્વાગત કરી આવકાર્યા હતા.
પ્રાર્થના ખંડમાં સૌ મહેમાનશ્રીએ પોતાનું સ્થાન ગ્રહણ કર્યું. ત્યારબાદ પ્રાર્થનાખંડમાં સૌ મહેમાનશ્રીએ દીપ પ્રગટાવી સરસ્વતી માતાનું પૂજન કર્યું. ત્યારબાદ બાળકો દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી. શાળાના આચાર્યા શ્રી રંજનબેન વસાવા દ્વારા “આશ્રમશાળા નો ટૂંકો પરિચય” તથા ચાલો શ્વાસ વાવીએ વસુંધરા વધાવીએ “અંતર્ગત વક્તવ્ય આપવામાં આવ્યું હતું. નેત્રંગ તાલુકા ના બી.આર.સી કો-ર્ડીનેટર સુધાબેન વસાવા દ્વારા પણ “વૃક્ષોનો મહિમા” સમજાવતું વક્તવ્ય આપવામાં આવ્યું હતું. શાળાના પરિસરમાં નક્કી કરેલ જગ્યાએ મહેમાનોના વરદ હસ્તે 201 રોપાનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આંતરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદનવી દિલ્હી સેન્ટ્રલ કમિટી પ્રેસિડેન્ટ સર્જન વસાવા અને પીએમ શ્રી થવા બ્રાન્ચ પ્રાથમિક શાળા ના આચાર્ય શ્રી માધવસિંહ વસાવા દ્વારા શાળાનો ફૂડ પ્રોસેસિંગ લેબ, ગણિત વિજ્ઞાન સાયન્સ લેબ, એગ્રીકલ્ચર સાધન સામગ્રી વિભાગ, શાળાની લાઇબ્રેરી પુસ્તકાલય, નર્સરી વિભાગ, તથા શાકભાજીના છોડોનું બિયારણ ઉછેર કેન્દ્ર નર્સરી, વેરમી કોમ્પોસ ખાતર બનાવવાની રીતની પણ પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી. જેઓ ખરેખર શાળાના કાર્યથી ખૂબ પ્રભાવિત થયા હતા.



