MORBI:મોરબી મહાનગરપાલિકા ની ઇલેક્ટ્રિકલ શાખા દ્વારા ૬૩૯ ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો

MORBI:મોરબી મહાનગરપાલિકા ની ઇલેક્ટ્રિકલ શાખા દ્વારા ૬૩૯ ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો
મોરબી મહાનગરપાલિકા ની ઇલેક્ટ્રિકલ શાખા દ્વારા ટેન્ડર મુજબ નું મટિરિયલ આવ્યા બાદ મોરબી ના જાહેર રસ્તા ઓ તેમજ અન્ય વિસ્તારો માં લાઈટો ચાલુ કરવાનું તેમજ લાઈટો રીપેર અથવા જરૂર જણાયે લાઈટો બદલી ને નવી લાઇટો નાખી ચાલુ કરવાનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે તેની ઝળહળતી સફળતા અન્વયે તારીખ ૦૯/૦૭/૨૦૨૫ થી ૨૨/૦૭/૨૦૨૫ સુધી માં કુલ ૬૩૯ ફરિયાદો નો નિકાલ કરવા માં આવ્યો છે. જે મોરબી મહાનગરપાલિકા ની પ્રસંશનીય કામગીરી પ્રત્યે આકર્ષિત કરે છે.
હાલમાં મોરબી મહાનગરપાલિકામા ૨૨/૦૭/૨૦૨૫ સુધી આવેલ ફરિયાદો પૈકી ઘણી ફરિયાદો નો નિકાલ કરવામાં આવ્યો છે જેમા કુલ આવેલ ફરિયાદો ૪૨૫0 ફરિયાદો પૈકી ૩૩૯૭ ફરિયાદો નો નિકાલ કરવામાં આવેલ છે. જેમાં ૨૫W ની ૧૧૦૦ નવી લાઇટો નાખવામાં આવી અને તે પૈકી જરૂર જણાતી ૬૦૦ લાઇટો રીપેર કરી ચાલુ કરવામાં આવી અને ૧૧૦w ની ૨૦૦ નવી લાઇટો નાખવામાં આવેલ છે જેમાં મોટા ભાગ ના વિસ્તારો આવરી લેવા માં આવ્યા છે જેવા કે લાયન્સ નગર, રણછોડ નગર, લાતી પ્લોટ નો મોટાભાગ નો વિસ્તાર, ગાયત્રી નગર,ગાંધી સોસાયટી, બુધ નગર,ભડિયાડ રોડ, સો ઓરડી મેં રોડ, સોમૈયા સોસાયટી, રામ પાર્ક, યમુના નગર તથા મોરબી શહેર ના મહત્વ ના રોડ અને અન્ય વિસ્તારો ને લાઇટો નાખી તેમજ જરૂર જણાએ બદલી ચાલુ કરવાંમાં આવી છે
આજ રીતે મોરબી મહાનગરપાલિકા દ્વારા મોરબી ના રસ્તા અને તમામ વિસ્તારો ને આવી જ રીતે લાઈટો દ્વારા પ્રકાશિત કરી હમેશા ચાલુ રહે તે બાબતે પ્રયાસો હાથ ધરવામાં આવશે.






