GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા સંગઠનલક્ષી મહત્વનો નિર્ણય

 

 

MORBI:મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા સંગઠનલક્ષી મહત્વનો નિર્ણય

 

આગામી ચૂંટણીઓને ધ્યાને રાખી હળવદના યુવા.             કાર્યકરોને મોટી જવાબદારી સોંપાઈ



આગામી સ્થાનિક સ્વરાજની જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ હરકતમાં આવી છે. તાજેતરમાં મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ‘ટીમ હળવદ કોંગ્રેસ’ ના કાર્યકર્તાઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં સંગઠનને મજબૂત કરવા માટે નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે.

​જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયા દ્વારા નવયુવાન કાર્યકર્તાઓની જોશ અને નિષ્ઠાને ધ્યાને રાખીને જિલ્લાની ટીમમાં મહત્વના હોદ્દાઓ સોંપવામાં આવ્યા છે: ​હિમાંશુભાઈ મહેતા: જિલ્લા કોંગ્રેસ મહામંત્રી ​ઘનશ્યામભાઈ પરમાર: જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ ​આમીનભાઈ ભટ્ટી: જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ ​ચૂંટણીલક્ષી રણનીતિ પર ચર્ચા આ બેઠક દરમિયાન કિશોરભાઈ ચિખલીયાએ ઉપસ્થિત કાર્યકરો સાથે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે કાર્યકરોને અત્યારથી જ જનસંપર્ક તેજ કરવા અને પક્ષની વિચારધારા લોકો સુધી પહોંચાડવા માર્ગદર્શન આપ્યું હતું.



​આ કાર્યક્રમમાં હળવદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ મહિપાલસિંહ ઝાલા અને હળવદ શહેર કોંગ્રેસ પ્રમુખ ગોપાલભાઈ દોરાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તમામ અગ્રણીઓએ નવુયુવાન હોદ્દેદારોને પુષ્પગુચ્છ આપી અને મોં મીઠું કરાવીને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી.આ નિમણૂકોથી હળવદ પંથકમાં કોંગ્રેસના કાર્યકરોમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આગામી ચૂંટણીઓમાં સંગઠન વધુ મજબૂતીથી લડશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!