GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI મોરબીમાં લોકશાહી કે લોક-‘શાહી’ રમત? વોર્ડ વહેંચણીમાં મતદારોની સંખ્યામાં સીધો બમણો તફાવત!

 

 

MORBI મોરબીમાં લોકશાહી કે લોક-‘શાહી’ રમત? વોર્ડ વહેંચણીમાં મતદારોની સંખ્યામાં સીધો બમણો તફાવત!

 

મોરબી: મોરબી મહાનગરપાલિકાની આગામી ચૂંટણી પૂર્વે જ વોર્ડ સીમાંકન અને મતદારોની વહેંચણીને લઈને રાજકીય ગરમાવો આવી ગયો છે. વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓમાં મતદારોની સંખ્યામાં જોવા મળતો મોટો તફાવત હવે ચર્ચાનો વિષય બન્યો છે. લોકશાહીમાં ‘એક મત, સમાન મૂલ્ય’ના સિદ્ધાંત સામે અહીં ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.



​મોરબીના કુલ 13 વોર્ડમાં 2,08,470 મતદારો નોંધાયેલા છે. પરંતુ વોર્ડ દીઠ મતદારોની વહેંચણીમાં કોઈ સમાનતા દેખાતી નથી. આંકડાઓ પર નજર કરીએ તો: ​સૌથી વધુ મતદારો: વોર્ડ નંબર 11 માં 24,471 મતદારો. ​સૌથી ઓછા મતદારો: વોર્ડ નંબર 6 માં માત્ર 12,174 મતદારો. ​તફાવત: બે વોર્ડ વચ્ચે 12,297 મતદારોનો તફાવત છે, જે લગભગ બમણો ગણાય. ​અન્ય વિસંગતતા: વોર્ડ નંબર 3 માં 19,686 મતદારો છે, જ્યારે વોર્ડ નંબર 8 માં 13,147 મતદારો છે. અહીં પણ 6,000 થી વધુનો તફાવત જોવા મળે છે.સામાન્ય રીતે ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ બે વોર્ડ વચ્ચે મતદારોની સંખ્યામાં વધુમાં વધુ 20 ટકા સુધીનો તફાવત માન્ય રાખી શકાય. જોકે, મોરબીમાં આ મર્યાદા નેવે મૂકી દેવામાં આવી હોય તેવું સ્પષ્ટ જણાય છે.​રાજકીય ગોઠવણના આક્ષેપો સ્થાનિક રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે આ કોઈ વહીવટી ભૂલ નથી, પરંતુ જાણીજોઈને કરવામાં આવેલી ‘રાજકીય ગોઠવણ’ છે. વિપક્ષ અને જાગૃત નાગરિકો આક્ષેપ કરી રહ્યા છે કે: ​વિરોધ પક્ષનું જોર હોય તેવા વિસ્તારોના મતોને વિખેરી નાખવામાં આવ્યા છે.​સત્તાધારી પક્ષને અનુકૂળ આવે તે રીતે વોર્ડની સીમાઓ નક્કી કરવામાં આવી છે.ચોક્કસ ઉમેદવારોને ફાયદો કરાવવા માટે ‘પસંદગીના’ મતોનું મિશ્રણ કરવામાં આવ્યું છે.

​કોંગ્રેસે નોંધાવ્યો વિરોધ :આ ગંભીર વિસંગતતાને મુદ્દે મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચને લેખિત રજૂઆત કરવામાં આવી છે. કોંગ્રેસનું કહેવું છે કે જો મતદારોની સંખ્યામાં આટલો મોટો તફાવત હોય, તો પ્રતિનિધિત્વ સમાન રહેતું નથી. એક નાનો વોર્ડ અને એક અતિ વિશાળ વોર્ડ વચ્ચે વિકાસના કામો અને લોકશાહીના અધિકારોમાં પણ અસમાનતા સર્જાય છે.લોકશાહી સામે સવાલ ​જ્યારે એક વોર્ડનો જનપ્રતિનિધિ 12 હજાર લોકોનું નેતૃત્વ કરતો હોય અને બીજો પ્રતિનિધિ 24 હજાર લોકોનું, ત્યારે મતદારના અવાજનું મૂલ્ય જોખમાય છે. શું ચૂંટણી પંચ આ ‘ગડબડ ગણિત’ને સુધારશે? કે પછી મોરબીની જનતાએ આ અન્યાયી વહેંચણી વચ્ચે જ મતદાન કરવું પડશે? તે જોવાનું રહેશે.

Back to top button
error: Content is protected !!