GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
બેગલેસ ડે અંતર્ગત કાલોલ તાલુકાના બાકરોલ ગામ ની પ્રાથમિક શાળામાં રાખડી વર્કશોપ યોજાયો.

તારીખ ૦૪/૦૮/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
NEP-2020 અને NCF-SE-2023 ના ભાગરૂપે બેગલેસ ડે ની પહેલ કરવામાં આવી છે. જેનો મુખ્ય ઉદ્દેશ બાળકોનો મનોશરીરિક વિકાસ અને જીવન કૌશલ્યોનો વિકાસ કરવાનો છે. આ ઉદ્દેશને સાકાર કરવા કાલોલ તાલુકાની બાકરોલ પ્રાથમિક શાળાના આચાર્ય દિનેશભાઇ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ રક્ષાબંધનના પવિત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીઓના જીવન કૌશલ્યના વિકસાર્થે રાખડી બનાવવાનો વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું.ભારતીય પરંપરા અનુસાર વિદ્યાર્થીઓ દ્વારા રક્ષાબંધન પર્વનું મહત્વ સમજે સાથે સાથે અનુભવજન્ય જીવન કૌશલ્ય વ્યવસાયિક જ્ઞાન મેળવે તેવા ઉદ્દેશથી વિદ્યાર્થીઓ દ્વારા રાખડીઓ બનાવવામાં આવી. શાળાના તમામ શિક્ષકોએ ઉત્સાહપૂર્વક રાખડી વર્કશોપમાં ભાગ લઈ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પુરું પાડ્યું.






