GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીની ડાયમંડનગર (આમરણ) શાળામાં બેગલેસ ડે અંતર્ગત વાનગી સ્પર્ધા યોજાઈ

MORBI:મોરબીની ડાયમંડનગર (આમરણ) શાળામાં બેગલેસ ડે અંતર્ગત વાનગી સ્પર્ધા યોજાઈ

 

 

ડાયમંડનગર શાળાના વિદ્યાર્થીઓએ જાત જાતની વાનગીઓ જાતે બનાવી કર્યો વેપાર

મોરબી,સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત વોકેશનલ એજ્યુકેશન વર્ષ ૨૦૨૪ માં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ -૨૦૨૦ ની જોગવાઈ મુજબ ધો.૬ થી ૮ ના વિદ્યાર્થીઓમાં સર્વાંગીણ વિકાસ થાય,વિદ્યાર્થીઓ વ્યવસાયલક્ષી શિક્ષણ પ્રાપ્ત કરે,પોતાને ગમતી પ્રવૃત્તિઓ કરે અને પોતે કરેલ પ્રવૃત્તિથી કમાણી કરી શકે એવા હેતુથી પ્રિ-વોકેશનલ એજ્યુકેશન NCERT ની ગાઈડલાઈન મુજબ મળી રહે તે હેતુથી ‘બેગલેસ ડે’ અંતર્ગત મોરબીની તાલુકાની આમરણ crc ની આમરણ નવાપરા પ્રાથમિક શાળામાં વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં દરેક બાળકોએ ખુબ જ ઉત્સાહપૂર્વક અવનવી વાનગીઓ જેવી કે પાણી પૂરી,બ્રેડ પકોડા, સેન્ડવીચ, ફ્રૂટ ચાટ, ભૂંગળા બટાકા, ભેળ, દહીં પૂરી,ચણાચોર ગરમ, ડોનટ, ઘારોડા, પોટેટો સ્ટિક,વગેરે જેવી વિવિધ વાનગીઓ બનાવી પોતાના સ્ટોલ ઊભા કર્યા હતા,વિદ્યાર્થીઓએ વાનગી બનાવવા કરેલ રૂપિયાનું રોકાણ અને વાનગીના વેપાર બાદ થયેલ આવક અને જાવકનો હિસાબ કિતાબ કરી નફાની વિગત વગેરેનું પ્રેક્ટિકલ જ્ઞાન પ્રાપ્ત થાય બાળકોમાં જીવન ઘડતરમાં વિવિધ કૌશલ્યનો વિકાસ થાય તે હેતુથી વાનગી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વાનગી સ્પર્ધાને સફળ બનાવવા શાળાના આચાર્ય હિતેશભાઈ ગાંભવા, નિર્મળાબેન કકાણિયા,દિપકભાઈ બોડા,આરતીબેન ચૌધરી વગેરેએ ખુબજ જહેમત ઉઠાવી હતી, સમગ્ર સ્પર્ધા દરમ્યાન દિનેશભાઈ વડસોલા જિલ્લા અધ્યક્ષ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-મોરબી તેમજ ભરતભાઈ પટેલ સીઆરસી કો.ઓર્ડીનેટર બંને ઉપસ્થિત રહી શાળા પરિવારને પ્રેરણા અને પ્રોત્સાહન પુરા પાડ્યા હતા.

Back to top button
error: Content is protected !!