GUJARAT
શિનોર ખાતે મહંમદ પયંગબર સાહેબના જન્મ દિન નિમિત્તે ફૈઝ યંગ સર્કલ દ્વારા શાળામાં વિદ્યાર્થીઓને એજ્યુકેશન કીટ આપી પ્રોત્સાહિત કરાયા
ફૈઝ ખત્રી...શિનોર શિનોર ફૈઝ યંગ સર્કલ દ્વારા હઝરત પયંગબર સાહેબના જન્મ દિવસ નિમિત્તે શિનોર મુકામે આવેલ કન્યા અને કુમાર શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે જેઓ પરીક્ષામાં 1 થી 3 નંબર મેળવીને પાસ થયા હોય તેવા હુંહાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે એજ્યુકેશન કીટ વિતરણ કરી હઝરત પયંગબર સાહેબના જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.જેનો મુખ્ય હેતુ ભણતર ને વેગ આપવા માટે નો હતો.જેમાં ફૈઝ યંગ સર્કલ શિનોરના તમામ સભ્યો હાજર રહ્યા હતાં.આ ઉપરાંત કલ્લા ગામે તારીખ 15 - 9-2024 ના રોજ બ્લડ ડોનેશન કેમ્પ આયોજિત કરાયો છે.જેમાં 1499 યુનિટ નો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે.જેને લઇને વધુમાં વધુ લોકો બ્લડ ડોનેશન કેમ્પમાં ભાગ લે તે માટે ફૈઝ યંગ સર્કલ શિનોર ની ટીમ દ્વારા અપીલ કરાઈ હતી.