HALVAD:હળવદના કડીયાણા ગામે માથક ચોકડી પાસે બે પક્ષો વચ્ચે મારા મારી, સામસામે ફરિયાદ

HALVAD:હળવદના કડીયાણા ગામે માથક ચોકડી પાસે બે પક્ષો વચ્ચે મારા મારી, સામસામે ફરિયાદ
હળવદ: તાલુકાના કડીયાણા ગામની માથક ચોકડી પાસે અગાઉના ઝઘડાનું વેર રાખી બે પક્ષો આમને-સામને આવી જતાં હિંસક અથડામણ સર્જાઈ હતી. ધોકા, પાઈપ, તલવાર અને કુહાડી જેવા જીવલેણ હથિયારો વડે થયેલી આ મારામારીમાં બંને પક્ષે ઈજાઓ પહોંચતા હળવદ પોલીસ મથકમાં સામસામે ફરિયાદો નોંધાઈ છે.
સમાધાનના બહાને બોલાવી હુમલો કર્યો કડીયાણા ગામની સીમમાં રહેતા જશીબેન કાળુભાઈ વાઘેલા (ઉ.વ. ૪૭) એ રાયધ્રા ગામના મહાદેવભાઈ કાળુભાઈ કોળી, સામંતભાઈ મહાદેવભાઈ કોળી અને એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.અગાઉના ઝઘડાનું સમાધાન કરવા માટે ફરિયાદીને માથક ચોકડીએ બોલાવવામાં આવ્યા હતા. આરોપીઓ ફોર વ્હીલ ગાડીમાં આવી ગાળો આપી, છરી, તલવાર અને કુહાડી જેવા હથિયારોથી હુમલો કર્યો હતો.જશીબેનને પેટ અને હાથના ભાગે છરી વાગી હતી, જ્યારે તેમના પુત્ર નવઘણભાઈને છાતી અને પેટના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.સામા પક્ષની વળતી ફરિયાદ: ગાળાગાળી કરી પાઈપ વડે માર માર્યો સામા પક્ષે ચાડધ્રા ગામના મહાદેવભાઈ કાળુભાઈ દેત્રોજા (ઉ.વ. ૪૦) એ નવઘણભાઈ કાળુભાઈ દેવીપૂજક અને વિક્રમભાઈ (રહે. કડીયાણા) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.અગાઉ થયેલી બોલાચાલીની અદાવત રાખી આરોપીઓએ સામત નામના યુવકને ફોન પર ગાળો આપી હતી. આ બાબતે વાતચીત કરવા માટે જ્યારે પક્ષો ભેગા થયા ત્યારે આરોપીઓએ ઉશ્કેરાઈને ઢીકાપાટુનો માર મારી લોખંડના પાઈપ વડે હુમલો કર્યો હતો.પોલીસ કાર્યવાહી: હળવદ પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે રાયોટિંગ અને મારપીટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.









