અમદાવાદ પ્લેન ક્રેશમાં મોતનો આંકડો વધીને 274 થયો

અમદાવાદ પ્લેન ક્રેશમાં મોતનો આંકડો વધીને 274 થયો છે. હજુ પણ લાશોને શોધવાનું કામ ચાલુ છે એટલે આંકડો હજુ પણ વધી શકે છે. આ બધામાં પ્લેન ક્રેશમાં સામાન્ય રીતે જોવા ન મળે તેવી એક હેરાનીભરી વાત સામે આવી છે. હકીકતમાં જ્યારે પણ પ્લેન ક્રેશ થાય છે ત્યારે પ્રવાસીઓનો ભોગ લેવાયો હોય છે પરંતુ અમદાવાદ પ્લેન ક્રેશમાં તો પ્રવાસીઓની સાથે આજુબાજુ રહેતાં લોકો પણ નાહકના માર્યાં ગયા. તેઓ તેમના કામમાં વ્યસ્ત હતા ત્યારે વિમાન તૂટી પડ્યું અને તેમાં ઘણાનો ભોગ લેવાયો.
હકીકતમાં એર ઈન્ડિયાનું આ વિમાન રહેણાંક વિસ્તાર મેઘાણીનગરમાં પડ્યું હતું જે ખૂબ ગીચ વસતી ધરાવતો વિસ્તાર છે એટલે નિર્દોષ લોકો માર્યા ગયા. સામાન્ય રીતે વિમાનો ખુલ્લામાં તૂટી પડતાં હોય છે ત્યારે આજુબાજુ કોઈ ન હોવાથી બીજા જાનહાની થતી નથી.
અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI 171 સરદાર પટેલ એરપોર્ટ પરથી ઉપડ્યાંની 5 જ મિનિટમાં મેઘાણીનગરમાં ડોક્ટરોની હોસ્ટેલ સાથે ટકરાઈને ક્રેશ થઈ હતી જેમાં પ્રવાસીઓ અને જમીન પર રહેલા લોકોના મોત થયાં હતા, અત્યાર સુધી 274 લોકોના મોત થયાં હતા.



