GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના પ્રેમજીનગર પ્રાથમિક શાળા ખાતે વિવિધ પેટા શાળાના આચાર્યઓ નો વિદાય સમારંભ યોજાયો

MORBI:મોરબીના પ્રેમજીનગર પ્રાથમિક શાળા ખાતે વિવિધ પેટા શાળાના આચાર્યઓ નો વિદાય સમારંભ યોજાયો

 

 

મોરબીના પ્રેમજીનગર પ્રાથમિક શાળા ખાતે શ્રી રફાળેશ્વર તાલુકાશાળાની વિવિધ પેટા શાળા ના આચાર્યશ્રીઓ નો વિદાય સમારંભ યોજાયો. શ્રી રફાળેશ્વર તાલુકા શાળા ની પેટા શાળા શ્રી પ્રેમજી નગર પ્રાથમિક શાળા ના આચાર્ય શ્રી વિશ્વનાથ ગુપ્તા સાહેબની જિલ્લા ફેર થી જુનાગઢ જિલ્લામાં બદલી, શ્રી નવા મકનસર પ્રાથમિક શાળા ના આચાર્ય શ્રી કિશોરભાઈ રાઠોડ ની બઢતી સાથે વાંકાનેર તાલુકા માં મદદનિશ કેળવણી નિરીક્ષક તરીકે બદલી તથા વાદી વિસ્તાર પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી અજયભાઈ ખખ્ખર સાહેબ ની વય નિવૃતિ થતા તેમનો વિદાય સમારોહ યોજાયો. આ સમગ્ર કાર્યક્રમ નું સંચાલન શ્રી બંધુ નગર પ્રાથમિક શાળા ના આચાર્ય શ્રી અમૂલભાઈ જોષીએ કર્યું હતું. આ તકે કાર્યક્રમ માં સીઆરસી કો ઓર્ડીનેટર રમેશભાઈ હુંબલ, ધીરુભાઈ જાકાસણીયા, મયુરભાઈ રામાવત, અશોકભાઈ ઘોડાસરા, રમેશભાઈ છૈયા, આશિષભાઈ ચૌહાણ, કિશોરભાઈ ભટાસણા , પરેશભાઈ પઢારીયા તથા સમગ્ર શિક્ષક સ્ટાફ હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!