GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના વઘુ એક ખેડૂતે ઈ-કે. વાય.સી. નામની APK ફાઈલ ઓપન કરતા રૂ.૧૨.૫૦ લાખ ગાયબ

MORBI:મોરબીના વઘુ એક ખેડૂતે ઈ-કે. વાય.સી. નામની APK ફાઈલ ઓપન કરતા રૂ.૧૨.૫૦ લાખ ગાયબ

 

મોરબીમા વધું એક વ્યક્તિ સાયબર ગાંઠીયાનો શિકાર બન્યો છે જેમાં મોરબીના ઘુનડા ગામના ખેડૂતને વોટ્સએપ નંબર પર ઈ-કે. વાય.સી. નામની APK ફાઈલ મોકલી હતી જે ઓપન કરતા ખેડૂતના ઇન્ડસેઈન્ડ બેન્ક એકાઉન્ટમાથી ૧૨,૫૦,૦૦૦ ઉપાડી છેતરપીંડી કરી હતી.‌ પરંતુ હદ તો ત્યારે થઈ છે જ્યારે ખેડૂત આ બનાવ અંગે ફરીયાદ કરવા માટે પોલીસ સ્ટેશનમાં ગયા ત્યારે ન ફરીયાદ લીધી કે કંઈ નહી અને અંદાજે ચાર થી પાંચ મહિના સુધી પોલીસ સ્ટેશનના ચક્કર કાપ્યા ત્યારે અંતે મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે. ત્યારે પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે કે આખરે કેમ પોલીસ દ્વારા ફરીયાદ નોંધાવવામાં વિલંબ કરવામાં આવે છે.

મળતી માહિતી મુજબ મોરબીના ઘુનડા ગામે રહેતા અને ખેતી કરતા નીતીનભાઇ ઠાકરીશીભાઈ કોટડીયા (ઉ.વ‌.૪૮) એ આરોપી અજાણ્યા શખ્સો વિરુદ્ધ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી ઘુનડા ગામે ખેતી કરી અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે અને મોરબીમા ઇન્ડસેઈન્ડ બેન્કમાં સેવીંગઝ એકાઉન્ટ ધરાવે છે. જેમા ફરીયાદીએ ઇન્ડસેઈન્ડ બેન્કના ખાતામાં ફિક્સ ડિપોઝિટ પેટે રૂ.૧૫,૦૦,૦૦૦ જમાં કરાવેલ હતા જેમાં ફિક્સ ડિપોઝિટ એક વર્ષ પુરતી સિમિત હતી. અને ફરીયાદી પોતાની ઘરે હોય ત્યારે ફરીયાદીના મોબાઈલમાં વોટ્સેપ નંબર પર મેસેજ આવેલ જેમાં APK ફાઈલ આવેવ જેમાં ઇન્ડસેઈન્ડ બેન્ક ઈ-કે.વાય.સી. લખેલ હોય જે ફાઈલ ઓપન કરતા ફરીયાદીના બેન્ક એકાઉન્ટમાં જે ૧૫,૦૦,૦૦૦ ફિક્સ ડિપોઝિટ પડી હતી તેમાંથી રૂ. ૧૨,૫૦,૦૦૦ ઉપાડી છેતરપીંડી કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!