GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના પીપળી-ટીંબડી રોડ પર વહેલી સવારે ચાલતી કારમાં ભીષણ આગ, ગાડી બળીને ખાખ

 

MORBI:મોરબીના પીપળી-ટીંબડી રોડ પર વહેલી સવારે ચાલતી કારમાં ભીષણ આગ, ગાડી બળીને ખાખ

 

​મોરબી: શહેરના પીપળીથી ટીંબડી પાટિયા તરફ જતા રોડ પર આજે વહેલી સવારે એક ચાલતી કારમાં અચાનક આગ ફાટી નીકળવાની ઘટના બની હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.



​મોરબી ફાયર કંટ્રોલ રૂમને આજે વહેલી સવારે અંદાજે ૩:૪૦ વાગ્યે કોલ મળ્યો હતો કે પીપળી-ટીંબડી રોડ પર એક સ્વિફ્ટ કારમાં આગ લાગી છે. સમાચાર મળતાની સાથે જ મોરબી ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
​કારનો નંબર: GJ 36 AJ 2116 (સ્વિફ્ટ) વહેલી સવારે પોણા ચાર વાગ્યાના અરસામાં પીપળી થી ટીંબડી પાટિયા રોડ
​ફાયર બ્રિગેડના જવાનોએ ઘટનાસ્થળે પહોંચી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, આગ એટલી ભીષણ હતી કે ફાયર ટીમ પહોંચે તે પહેલા જ કાર લોખંડના માળખામાં ફેરવાઈ ગઈ હતી.રાહતની વાત એ છે કે આ બનાવમાં કોઈ વ્યક્તિને ઈજા કે જાનહાનિ થઈ નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

Back to top button
error: Content is protected !!